જયપુરઃ રાજસ્થાનમાં ચૂંટણી જીતવા માટે મુખ્યપ્રધાન ગેહલોતે એક મોટો દાવ રમી નાંખ્યો છે. જેમાં તેમણે ટેકનોલોજીના સહારે અને સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકોને અપીલ કરવાનો પ્રયાસ કરી લીધો છે. મોંઘવારીમાં રાહતનો મુદ્દો ચાલું રાખવા માટે એની સાથે જોડાયેલા કેટલાક સવાલ સાથે ઓનલાઈન સોશિય મીડિયા કોન્ટેસ્ટ શરૂ કરી દીધું હતું. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને મોટી જાણકારી આપી હતી. જોકે, આ મામલે વિપક્ષમાં રહેલા ભાજપે શાબ્દિક વાર કરી દીધા છે.
10 યોજનાના સવાલ-જવાબઃરાજસ્થાનના લોકોને રાહત આપવા માટે ગેહલોત સરકારે રાજયના બજેટની જાહેરાત કરી હતી. એ બાદ મોંઘવારી રાહત શિબિરોની સ્થાપના કરી છે. જેથી કરીને લોકોને વધુમાં વધુ લાભ મળી શકે. મોંઘવારી રાહત શિબિરમાં અત્યાર સુધીમાં 1.78 કરોડથી વધુ પરિવારોનું રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં મોંઘવારી રાહત અભિયાનને સામાન્ય જનતા સાથે જોડવા માટે ગેહલોત સરકાર ઓનલાઈન સોશિયલ મીડિયામાં એક સ્પર્ધા શરૂ કરીને લોક અપીલ કરી દીધી છે.
મોટી સ્પર્ધાઃ આ સ્પર્ધા અંતર્ગત સરકાર મોંઘવારી રાહત શિબિરમાં નોંધાયેલી 10 યોજનાઓ સંબંધિત કોઈપણ સારો વીડિયો શેર કરનારને એક હજારથી એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. રાજસ્થાનના ગેહલોત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન સોશિયલ મીડિયા કોન્ટેસ્ટમાં ખાસ લોકોનું સન્માન કરાશે. જે લોકોનું સન્માન કરવામાં આવશે તેને સામાન્ય લોકો સાથે જોડવા માટે જન સન્માન નામ દેવાયું છે. કેટલાક નિયમો આ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ બનાવવામાં આવ્યા છે. તે રાજસ્થાનના વતની હોવા જોઈએ. ઉપરાંત યોજનાના લાભાર્થી હોવા જરૂરી છે.
ઈનામ દેવાશેઃ દરરોજ પ્રથમ ત્રણ વિજેતાઓને 25 હજાર, 50 હજાર અને એક લાખ રૂપિયાના ઈનામો દઈને ખાસ સન્માન કરાશે. તે જ સમયે, 100 વિજેતાઓને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એટલે કે કોન્ટેસન્ટમાં રહેનારા 100 લોકોની યાદી સુધી વિજેતા તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત મોંઘવારી રાહત શિબિરોમાં આપવામાં આવી રહેલી 10 જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થી લોકોને મોંઘવારીમાંથી રાહત મળી રહી છે. જેના કારણે તેમનું જીવન આર્થિર મોરચે સરળ બની રહ્યું છે.
કેટલાને મળ્યો લાભઃ આ શિબિરોનો લાભ 1.78 કરોડથી વધુ પરિવારોને મળ્યો છે, ગુરૂવાર સુધીના એક રીપોર્ટમાંથી આ આંકડો સામે આવ્યો છે. જોકે, આ પ્રયોગને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. જ્યારે ગેરંટી કાર્ડ વિતરણનો આંકડો પણ 7.56 કરોડને પાર કરી ગયો છે. સરકારી આંકડાઓ મુજબ, ઇન્દિરા ગાંધી ગેસ સિલિન્ડર સબસિડી યોજનામાં 55.03 લાખ, મુખ્યમંત્રી મફત વીજળી યોજનામાં 93 લાખ, મુખ્યમંત્રી મફત કૃષિ વીજળી યોજનામાં 11.36 લાખ, મુખ્યમંત્રી મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજનામાં 1.04 કરોડ, મુખ્યમંત્રી મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજનામાં 66.91 લાખ. ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજનામાં 4.38 લાખથી વધુ નોંધણી કરવામાં આવી છે.
ભાજપના ચાબખાઃ તેવી જ રીતે સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં 51.43 લાખ નોંધણીઓ, મુખ્યમંત્રી કામધેનુ પશુ વીમા યોજનામાં 1.07 કરોડ, મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજનામાં 1.31 કરોડ અને મુખ્યમંત્રી ચિરંજીવી અકસ્માત વીમા યોજનામાં 1.31 કરોડ નોંધણી કરવામાં આવી છે. આના પર સવાલ ઉઠાવતા ભાજપે કહ્યું કે ગેહલોત સરકાર પ્રોડક્ટ વેચતી કંપની છે કે પછી લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણીય સરકાર. જ્યારે કોઈ કંપનીના ઉત્પાદનો વેચાતા નથી, તો તે આ પ્રકારની યોજના લાવે છે. સી.પી.જોષીએ કહ્યું હતું કે જો સરકાર પ્રજાની પીડા સમજતી હોત તો ખુરશી સંભાળતાની સાથે જ પ્રજાના પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો હોત. જો ગેહલોત સરકાર જનતાને જવાબદાર હોત તો આજે આ બધું નાટક કરવાની જરૂર ન પડી હોત.
- Spice Jet: સ્પાઈસ જેટને સુપ્રીમ કોર્ટનો ઝટકો, KL એરવેઝને ચૂકવણી કરવા વધુ સમય આપવાનો ઇનકાર
- Maharashtra Politics: શિવસેના (UBT)ને ઝટકો, નીલમ ગોરે સત્તાધારી શિવસેનામાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેથી હતા નારાજ