- દિલ્હી CM Kejriwalનો PM Modiને પત્ર
- પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાને "ભારતરત્ન" એનાયત કરવા માગણી કરી
- કહ્યું તેમણે દેશ માટે કરેલા કામનું ઋણ આપણે નહીં ચૂકવી શકીએ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) પત્ર લખીને પ્રખ્યાત પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાને ( Sundarlal Bahuguna ) મરણોત્તર "ભારતરત્ન" એનાયત કરવાની માગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે દેશ અને સમાજની સુધારણા માટે તેમણે કરેલા કામનું ઋણ આપણે ચૂકવી શકીશું નહીં. વધુમાં તેમણે લખ્યું છે કે બહુગુણાએ આ વર્ષે 21 મે 2021ના રોજ 94 વર્ષની તેમની જીવનયાત્રા પૂર્ણ કરી.
સીએમ કેજરીવાલે લખ્યું છે કે આ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સુંદરલાલ બહુગુણાએ ( Sundarlal Bahuguna ) પોતાનું બાળપણ ગાંધીજીની પ્રેરણાથી સ્વતંત્રતા સંગ્રામમાં દેશની આઝાદીની લડતમાં વીતાવ્યું હતું. પાછળથી વિનોબા ભાવેની પ્રેરણાથી તેઓ ભૂદાન અને ગ્રામ સ્વરાજના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. તે સમયે જ્યારે વિશ્વ પર્યાવરણના શોષણની આંધળી દોટમાં હતું, તે સમયે સમગ્ર વિશ્વ પર જોખમની લાગણી અનુભવીને તેમણે પર્યાવરણની રક્ષા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.
સુંદરલાલ બહુગુણા ( Sundarlal Bahuguna ) દ્વારા શરુ કરવામાં આવેલા (Chipko Movement) નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે, તેમના દ્વારા શરૂ કરાયેલું આંદોલન હિમાલયથી શરૂ થઈને દક્ષિણમાં કર્ણાટક પહોંચ્યું હતું. આપણે ભાગ્યશાળી છીએ કે સુંદરલાલ બહુગુણા જેવા વ્યક્તિત્વનો જન્મ આપણાં દેશમાં થયો છે. સીએમ કેજરીવાલે પોતાના પત્રમાં એમ પણ જણાવ્યું છે કે દિલ્હી સરકારે સુંદરલાલ બહુગુણાની તસવીર દિલ્હી વિધાનસભામાં મૂકી છે.