નવી દિલ્હીઃમુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી (CM Kejriwal started India first virtual school ) છે. તેમણે કહ્યું કે, આજે અમે દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન હેઠળ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ 'દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલ' શરૂ કરી રહ્યા છીએ. ધોરણ 9માં પ્રવેશ માટેની અરજી આજથી શરૂ થઈ રહી (India first virtual school Started) છે.
આ પણ વાંચો:સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
તમે સમગ્ર દેશમાં આ માટે અરજી કરી શકો છો. વિદ્યાર્થીઓ લાઇવ ક્લાસમાં હાજરી આપી શકે છે અને દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલમાં રેકોર્ડ કરેલા ક્લાસ જોઈ શકે છે. હાલમાં આ શાળા ધોરણ 9-12 માટે શરૂ કરવામાં આવી રહી છે. અમે વિદ્યાર્થીઓને JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં પણ મદદ કરીશું.
આ પણ વાંચો:IAFએ લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાંથી ઈઝરાયેલી નાગરિકને બચાવ્યો
રસ ધરાવતા સહભાગીઓ દિલ્હીમાં શરૂ થતી દેશની પ્રથમ વર્ચ્યુઅલ શાળામાં પ્રવેશ માટે www.dmvc.ac.in ની વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તેની સાથે માહિતી પણ એકઠી કરી શકાશે. 13થી 18 વર્ષની કોઈપણ વ્યક્તિ આમાં અરજી કરી શકે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, આ સ્કૂલ દિલ્હી બોર્ડ સાથે જોડાયેલી હશે.