નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલા ED ના ત્રીજા સમન્સ બાદ પણ સીએમ અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. તેમણે પોતાની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સીએમ કેજરીવાલ ED ની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે. પરંતુ ED ની નોટિસ ગેરકાયદેસર છે. તેમનો ઈરાદો સીએમ કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને તેમને ચૂંટણી પ્રચાર કરવાથી રોકવા માંગે છે. ચૂંટણી પહેલા જ નોટિસ કેમ ?
સીએમ કેજરીવાલને ED ના સમન્સ : દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ બાદ ED ને આ મામલે મજબૂત પુરાવા મળ્યા છે. તેના આધારે ED એ પહેલીવાર દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પરંતુ અરવિંદ કેજરીવાલ ત્યારે ગયા ન હતા. ત્યારબાદ તેમણે ED ને પત્ર લખીને પૂછ્યું હતું કે તેમને પહેલા જણાવવામાં આવે કે કયા કાયદા હેઠળ સમન્સ મોકલવામાં આવ્યું છે ? પ્રાપ્ત માહિતી અનુસાર ED એ હજુ સુધી આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. બુધવારના રોજ સીએમ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
સતત ત્રીજું સમન્સ : તાજેતરમાં જ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબ ગયા હતા ત્યારે ED એ ત્રીજું સમન્સ મોકલ્યું હતું. ED દ્વારા મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ પર દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે આ બધું રાજકીય કાવતરું છે. કારણ કે ED ના બીજા સમન્સના જવાબમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ વિપશ્યના માટે જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં તેમની ગેરહાજરીમાં સમન્સ મોકલવાનો શું અર્થ છે.
CBI પૂછપરછ : ઉલ્લેખનીય છે કે અગાઉ ગત વર્ષે એપ્રિલ માસમાં દિલ્હી દારૂ કૌભાંડ મામલે CBI દ્વારા અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. હવે ED એ સળંગ ત્રણ વખત સમન્સ મોકલીને 3 જાન્યુઆરી એટલે કે બુધવારના રોજ સીએમ કેજરીવાલને પૂછપરછ માટે હેડક્વાર્ટર ખાતે બોલાવ્યા હતા. પહેલીવાર ED એ નોટિસ જારી કરીને CM કેજરીવાલને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
સીએમ કેજરીવાલનો જવાબ : નોંધનીય છે કે અગાઉ ED દ્વારા દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સીએમ કેજરીવાલને બોલાવવામાં આવ્યા ત્યારે તેમની લીગલ ટીમે જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે. ED ના આ સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત કહેવામાં આવ્યું હતું. સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે, તેમને મોકલવામાં આવેલા સમન્સ પાછા ખેંચી લેવા જોઈએ. તેણે પોતાનું જીવન પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જીવ્યું છે અને તેમની પાસે છુપાવવા જેવું કંઈ નથી.
સૌરભ ભારદ્વાજનો આક્ષેપ : દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે, મનીષ સિસોદિયા છેલ્લા એક વર્ષથી કેદમાં છે. તેઓ મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ પુરાવા એકત્ર કરી શક્યા નથી અને હવે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિપક્ષી નેતાઓની ધરપકડ માટે સતત પ્રયાસો ચાલુ છે. ભાજપના નેતાઓ સામે અનેક મામલાઓ સામે આવે છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાજપ સુભેન્દુ અધિકારીથી માંડીને મુકુલ રોય, પેમા ખાંડુ, અજિત પવાર, હિમંતા બિસ્વા સરમા સુધીના દરેકની વિરુદ્ધ હતું અને પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
- Liquor sold heavily: 4 દિવસમાં 770 કરોડ રૂપિયાનો દારૂ ઢીંચી ગયાં શરાબપ્રેમીઓ
- SC JUDGES TO RETIRE : ચીફ જસ્ટિસ સહિત સુપ્રીમ કોર્ટના ચાર જજ વર્ષ 2024માં થશે નિવૃત્ત