- વાદળ ફાટવાથી ધારચુલાના જુમ્મા ગામમાં તબાહી
- ઘટનામાં 7 લોકો ગુમ
- રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર રવાના થઈ
પિથૌરાગઢ: ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથૌરાગઢના ધારચુલામાં આવેલા જુમ્મા ગામમાં વાદળ ફાટવાના કારણે વિનાશ થયો છે. જુમ્મા ગામમાં માકનોને ભારે નુકસાન થયું છે.તો આ સાથે જ સાત લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ રેવન્યુ, એસએસબી, પોલીસ, એસડીઆરએફ અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર રવાના થઈ ગઈ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે રવાના
ધારચુલામાં વાદળ ફાટવાથી વિનાશ થયો છે. મોડી રાત્રે જુમ્મા ગામમાં વાદળ ફાટવાના કારણે થયેલા ભૂસ્ખલન બાદ સાત લોકો ગુમ થયા હોવાના એહવાલ છે. તો આ સાથે જ આ ઘટનામાં ધણા મકાનો પણ નુકસાન થયું છે.ઘટનાની માહિતી પર, ડીએમ આશિષ ચૌહાણે જિલ્લા ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરમાં આઈઆરએસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થળ પર રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા તેમજ આ વિસ્તારમાં રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે રવાના થઈ રહ્યા છે.