- ભારતના જળવાયુ એજન્ડા પર ગ્લાસગોમાં બોલ્યા PM મોદી
- વિકસિત દેશોને પણ જળવાયુ પરિવર્તનથી ખતરો: વડાપ્રધાન મોદી
- ઇસરો સિડ્સ માટે એક સ્પેશિયલ ડેટા વિન્ડોનું નિર્માણ કરશે
ગ્લાસગો: બ્રિટન પ્રવાસના બીજા દિવસે મંગળવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ બેઠકમાં ભારતના જળવાયુ એજન્ડા પર ઔપચારિક સ્થિતિ રજૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૉર રિસાઇલેન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ' (Infrastructure for Resilient Island States)નું લોન્ચ એક નવી આશા જન્માવે છે, નવો વિશ્વાસ આપે છે. આ સૌથી વલ્નરેબલ દેશો માટે કંઇક કરવાનો સંતોષ આપે છે.
PM મોદીએ નાના દ્વીપ સમૂહોના નેતાઓનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું આ માટે કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિસ્ટન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અભિનંદન આપું છું. આ મહત્વપૂર્ણ સ્ટેજ પર હું ઑસ્ટ્રેલિયા અને યુકે સહિત તમામ સહયોગી દેશો અને ખાસ કરીને મોરિશિયસ અને જમૈકા જેવા નાના દ્વીપ સમૂહોના નેતાઓનું સ્વાગત કરું છું."
જળવાયુ પરિવર્તન તમામ દેશો માટે ખતરો
છેલ્લા કેટલાક દાયકાઓએ સિદ્ધ કર્યું છે કે જળવાયુ પરિવર્તનના પ્રકોપથી કોઈ બાકાત નથી. વિકસિત દેશ હોય અથવા પછી પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ દેશ તમામ માટે આ મોટો ખતરો છે. આમાં પણ જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરો સ્મોલ આઈલેન્ડ ડેવલપિંગ સ્ટેટસને છે.