પુણેઃભારતના અગ્રણી શાસ્ત્રીય ગાયિકાઓમાંના એક ડૉ. પ્રભા અત્રેનું 92 વર્ષની જૈફ વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 'કિરાણા ઘરાના' સ્વર પરંપરાના અગ્રણી પ્રતિનિધિઓમાંથી એક હતા. તેમના નિધનથી સંગીત કળા ક્ષેત્રે શોકનો માહોલ પ્રસરી ગયો છે, રાષ્ટ્રપતિથી લઈને અનેક મહાનુભાવોએ તેમના નિધન પર દુખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
કોણ હાત ડૉ.પ્રભા અત્રેઃ પ્રભા અત્રે એક શિક્ષણશાસ્ત્રી, સંશોધક, સંગીતકાર, લેખક, ગુરુ અને સુધારક તરીકે પણ જાણીતા હતાં. કથક નૃત્ય શૈલીમાં પ્રશિક્ષિત, અત્રે પશ્ચિમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવવામાં પણ અગ્રણી રહ્યા છે, તેમણે 1969માં તેમનું પ્રથમ પર્ફોર્મન્સ આપ્યું હતું. અત્રેએ 'ખયાલ', તરણા', ઠુમરી', દાદરા', નાટ્યસંગીત, ગઝલ' અને ભજન' જેવી સંગીત શૈલીઓ સાથે સંગીત પ્રસ્તુતિમાં નિરંતર નવીનાત અને રચનાત્મકતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
સિતારવાદક મંજુ મહેતાએ ડૉ. પ્રભા અત્રેના નિધન મામલે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સપ્તકના સ્થાપક અને જાણીતા સિતારવાદક મંજુ મહેતાએ ડૉ. પ્રભા અત્રેના નિધન મામલે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જીવન અને શિક્ષણઃ પ્રભા અત્રેનો જન્મ 13 સપ્ટેમ્બર 1932ના રોજ પુણેમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય માંથી મેળવ્યું, ત્યાર બાદ તેઓ સંગીતમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી ઉપરાંત પુણે યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી. અત્રેને વિજય કરંદીકર, હીરાબાઈ બડોડેકર અને સુરેશબાબુ માને જેવા સંગીત દિગ્ગજો હેઠળ ગુરુ-શિષ્ય પરંપરામાં તાલીમ મેળવી હતી. અત્રેએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં, ગાયક સ્ટેજ કલાકાર તરીકે કામ કર્યું હતું અને મરાઠી થિયેટર ક્લાસિક જેમ કે - સાંશય-કલ્લોલ, માનાપમન, સૌભદ્રા અને વિદ્યાહરનમાં પરફોર્મ કર્યું હતું.
પ્રતિભાશાળી વ્યક્તિત્વઃ તે સંગીત-સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે લેક-ડેમ્સ, વર્કશોપ અને સેમિનારમાં સક્રિયપણે સામેલ રહ્યાં અને તેમણે વિઝિટિંગ પ્રોફેસર તરીકે વિદેશી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું છે. તેમણે મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં સંગીત પર એક ડઝનથી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેમના ડૉ. પ્રભા અત્રે ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ભારતીય શાસ્ત્રીય સંગીત અને પર્ફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે પૂણેમાં તેમનું સ્વરમયી ગુરુકુળ સંગીત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માગતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આગળ વધારવાનો પ્રયાસ કરે છે. અત્રેએ વિશ્વભરના વિદ્યાર્થીઓને 'ગુરુ-શિષ્ય પરંપરા' અને સંસ્થાકીય પરંપરાઓ બંનેમાં શીખવવા માટે "સ્વરમયી ગુરુકુલ" ની પણ સ્થાપના કરી છે.
સર્વોચ્ચ સન્માન-પુરસ્કારોઃ ડૉ.પ્રભા અત્રેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારો જેવા કે, 1990 માં પદ્મશ્રી, 2002 માં પદ્મ ભૂષણ અને જાન્યુઆરી 2022માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પુરસ્કારોની લાંબી યાદીમાં પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન પુરસ્કાર, ગુજરાત સરકાર દ્વારા તાનારીરી સંગીત સન્માન એવોર્ડ સહિત કર્ણાટક સરકાર દ્વારા મલ્લિકાર્જુન મન્સૂર પુરસ્કારથી સન્માનીત થયેલા હતાં. તેઓ સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં એથનોમ્યુઝિકોલોજીમાં વપરાતી સંશોધન સામગ્રીનો અભ્યાસ કરવા માટે તેમને 'ઇન્ડો-અમેરિકન ફેલોશિપ' પણ મળી હતી.
- Ustad Rashid Khan passes away : સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાનનું લાંબી માંદગી બાદ થયું નિધન
- Mohammed Shami : ક્રિકેટર મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ એનાયત કરાયો, એવોર્ડ બાદ શામી થયો ભાવુક