ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ghazipur Border પર ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ - પોલીસના જવાનો

કૃષિ કાયદાઓના વિરોધમાં ગાઝીપૂર બોર્ડર (Ghazipur Border) પર છેલ્લા થોડા મહિનાઓથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આજે સવારે ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી (Fighting between farmers and BJP workers)ની ઘટના સામે આવી છે. આ ઘટનાને જોઈ ઘટનાસ્થળે પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

Ghazipur Border પર ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
Ghazipur Border પર ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

By

Published : Jun 30, 2021, 2:28 PM IST

  • ગાઝીપૂર બોર્ડર પર (Ghazipur Border) ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી (Fighting between farmers and BJP workers)
  • ઘટનાસ્થળે પોલીસના જવાનોને કરાયા તહેેનાત
  • ભાજપના નેતાના આગમન પછી ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે થયું ઘર્ષણ

નવી દિલ્હી/ગાઝિયાબાદઃ કૃષિ કાયદા સામે દિલ્હીની બોર્ડર(Ghazipur Border) પર ખેડૂતોના પ્રદર્શન વચ્ચે બુધવારે ગાઝીપૂર બોર્ડર (Ghazipur Border) પર ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતો સાથે મારામારી (Fighting between farmers and BJP workers) કરી અને ગાડીઓમાં તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સવારે 10.30 વાગ્યે ભાજપના નેતા અમિત વાલ્મિકી (BJP leader Amit Valmiki)ના સ્વાગતમાં પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પાસે ઢોલ નગાડા લઈને ઉભા હતા. આમાંથી કેટલીક મહિલાઓ પણ શામેલ હતી. તે દરમિયાન ખેડૂતો અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ અપશબ્દો કહ્યા હતા.

આ પણ વાંચો-કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી

અમારા નેતા આવ્યા તે દરમિયાન રાકેશ ટિકૈત ગુંડા સાથે આવ્યો હતોઃ ભાજપના કાર્યકર્તા

ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, નેતાનું સ્વાગતમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન રાકેશ ટિકૈત (Rakesh Tikait) પોતાના માણસો સાથે આવ્યા અને તેમના હાથમાં લાકડીઓ હતી. ત્યારબાદ તેમણે તોડફોડ કરી હતી. આ સાથે જ ગાઝિયાબાદ મહાનગરના ઉપાધ્યક્ષ (Vice President of Ghaziabad Metropolitan) રનીતા સિંહે જણાવ્યું હતું કે, અમે કોરોનાના નિયમોનું પાલન કરી નેતા અમિત વાલ્મિકી (BJP leader Amit Valmiki)ના સ્વાગતમાં શાંતિપૂર્ણ રીતે ઉભા હતા. તે દરમિયાન જ રાકેશ ટિકૈત (Rakesh Tikait) તેમના ગુંડા સાથે આવીને અમારી મહિલાઓ સાથે મારામારી કરી હતી. તે દરમિયાન મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

આ પણ વાંચો-સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છેઃ રાકેશ ટિકૈત

આંદોલનને તોડવા ભાજપે જ પોતાની ગાડીના કાચ તોડ્યાઃ ખેડૂતો

ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પર પહોંચીને ખેડૂતોને અપશબ્દો કહી રહ્યા હતા અને ખેડૂતો સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે દરમિયાન ખેડૂતો અને તેમની વચ્ચે મારામારી (Fighting between farmers and BJP workers) થઈ હતી. તો ગાઝીપૂર આંદોલન કમિટી (Ghazipur Movement Committee)ના સભ્ય અને ખેડૂત નેતા જગતાર સિંહ બાજવા (Farmer leader Jagtar Singh Bajwa)એ કહ્યું હતું કે, ગાઝીપૂર બોર્ડર (Ghazipur Border) પર થયેલી ઘટના ખેડૂત આંદોલનને તોડવા અને બદનામ કરવા ભાજપે ષડતંત્ર રચ્યું હતું, જે અંતર્ગત ભાજપના નેતાઓએ જાતે જ પોતાની ગાડીઓના કાચ તોડ્યા હતા. જોકે, ભાજપને આંદોલન તોડવામાં સફળતા નહીં મળે.

ABOUT THE AUTHOR

...view details