ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુરમાં મતદાન પહેલા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ, અનેક વાહનોને નુકસાન - મણિપુરમાં મતદાન

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બુધવારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. હિંસામાં લગભગ 13 વાહનોને નુકસાન થયું હતું (Manipur Bjp-Congress Clash).

મણિપુરમાં મતદાન પહેલા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ, અનેક વાહનોને નુકસાન
મણિપુરમાં મતદાન પહેલા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ, અનેક વાહનોને નુકસાન

By

Published : Mar 3, 2022, 5:27 PM IST

ઇમ્ફાલ: મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 (Manipur Assembly Election 2022) ના બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે છે. અગાઉ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે (Manipur Bjp-Congress Clash) આવી ગયા હતા. બુધવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ થયેલી હિંસા દરમિયાન 8 ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 13 વાહનોને નુકસાન થયું હતું. ઘટના કાકચિંગ ખુનુની છે. પહેલા તબક્કા દરમિયાન પણ ઘણી જગ્યાએ હિંસા થઈ હોવાના અહેવાલ છે.

ઈમ્ફાલ પૂર્વમાં 76.64 ટકા મતદાન

મણિપુરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા અને હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે, પ્રથમ તબક્કાની 60 વિધાનસભા બેઠકોમાંથી 38 બેઠકો પર સોમવારે 78.03 ટકા મતદાન થયું હતું. જે પાંચ જિલ્લામાં પ્રથમ તબક્કાની ચૂંટણી (Assembly Election 2022 in Five state) યોજાઈ હતી તેમાંથી સૌથી વધુ 82.19 ટકા મતદારોએ ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લામાં, ત્યારબાદ ઈમ્ફાલ પૂર્વમાં 76.64 ટકા, ચુરાચંદપુરમાં 74.45 ટકા અને બિષ્ણુપુરમાં 73.44 ટકા મતદાન કર્યું હતું.

પરિસ્થિતિનો ઝડપથી સામનો

તે દરમિયાન ચુરાચંદપુર જિલ્લામાં બે હરીફ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષા દળોએ વધારાના દળોને એકત્ર કરીને પરિસ્થિતિનો ઝડપથી સામનો કર્યો. એ જ રીતે સિંઘાતમાં કેટલાક લોકોએ ઈવીએમને નુકસાન પહોંચાડ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કથિત રીતે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લંગથબાલ મતવિસ્તારના કાકવા વિસ્તારમાં એક મતદાન મથકને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે હરીફ જૂથના સભ્યોએ કેઇરાવ બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવારના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો:Gujarat Budget 2022: બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા

કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો અને નેતાઓએ એકબીજાના પક્ષ પર બૂથ પર મતદારોને ડરાવવા, તોડફોડ અને હિંસાનો આશરો લેવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, "આ સરકારનું છેલ્લું બજેટ, દરેક સમાજને સુખાકારી આપનારુ"

ABOUT THE AUTHOR

...view details