- સંસદની કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું મોટુ નિવેદન
- સંસદની કાર્યવાહી અને બિલોને લઇ નિવેદન
- CJI રમન્નાનું સંસદની કાર્યવાહીને લઇ નિવેદન
નવી દિલ્હી : આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુપ્રીમકોર્ટમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ આ નિમિત્તે સંસદની કાર્યવાહીને લઈને નિવેદન આપ્યું હતું. CJI રમન્નાનું સંસદની કાર્યવાહી અને બિલોને લઇ નિવેદન આવ્યું હતું. CJI રમન્નાએ સંસદમાં ચર્ચા-કામગીરીને લઇ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને કહ્યું હતું કે, સંસદમાં હવે ચર્ચાનો અભાવ જોવા મળે છે અને ખામીવાળા કાયદા પસાર થવા લાગ્યા છે. હવે બિલ અંગે ક્વોલિટી ડિબેટ્સ એટલે કે સ્વસ્થ ચર્ચાનો અભાવ જોવા મળી રહ્યો છે.
અગાઉ જે કાયદાઓ પસાર થતાં હતા તેના પર ખૂબ ચર્ચાઓ થતી : CJI રમન્ના
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ''અગાઉ ગૃહમાં કાયદાઓ પર ચર્ચા-સંશોધનો થતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જે કાયદાઓ પસાર થતાં હતા તેના પર ખૂબ ચર્ચાઓ થતી જેથી કાયદાનું અર્થઘટન-અમલ કરતા કોર્ટનો ભાર ઓછો થતો. હવે અમે એવા કાયદાઓ જોઇ રહ્યાં છે જેમા ખુબ ખામીઓ છે. અમે એવા કાયદા પણ જોઇ રહ્યાં છે જેમાં ખુબ અસ્પષ્ટતા છે. આવા કાયદાઓ કેમ બનાવી રહીં છે,અફસોસની સ્થિતી છે. હવે તો અમે જાણતા નથી કે ક્યા હેતુ માટે કાયદાઓ બનાવાઇ રહ્યાં છે.
આ પણ વાંચો : હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના પિતાએ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો, રાષ્ટ્રગીત પણ ગાયું
સરકારને નુકસાન-લોકો માટે અસુવિધાવાળા કાયદા શા માટે?
અમે એવા કાયદા પણ જોઇ રહ્યાં છે જેમાં ખુબ અસ્પષ્ટતા છે. આવા કાયદાઓ કેમ બનાવી રહીં છે,અફસોસની સ્થિતી છે. હવે તો અમે (કોર્ટ) જાણતા નથી કે ક્યા હેતુ માટે કાયદાઓ બનાવાઇ રહ્યાં છે. સરકારને નુકસાન-લોકો માટે અસુવિધાવાળા કાયદા શા માટે? સંસદમાં બુદ્ધિજીવીઓ ન હોય ત્યારે આવું થાય. આ ઉપરાંત ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે, સંસદમાં બુદ્ધિજીવીઓનો અભાવ છે. જો વધારે વકીલો કાર્યક્ષમ રીતે જોડાય અને માત્ર તેમની પ્રેક્ટિસ સિવાય પણ જાહેર જીવન પર ધ્યાન આપે તો આવી સમસ્યાઑ અટકાવી શકાય. વકીલો જેવા બુદ્ધિજીવીઓ ન હોય ત્યારે આવું થાય છે.
આ પણ વાંચો : 72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન
આઝાદીના સંઘર્ષમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ જેવા વકીલો પણ જોડાયા
તેમણે જણાવ્યું હતું કે આઝાદીના સંઘર્ષમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ જેવા વકીલો પણ જોડાયા હતા. તેમણે માત્ર પોતાની પ્રેક્ટિસ જ નહીં પણ સાથે પરિવાર અને સંપતિ બધુ જ દાવ પર લગાડી દીધું હતું. હવે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં પણ વકીલોએ ધ્યાન આપવું જોઈએ. હવે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં પણ વકીલોએ ધ્યાન આપવું જોઈએ. બંધારણ દિવસ માટે કાર્યક્રમ ભારતની કાયદા વ્યવસ્થા અને ન્યાય વ્યવસ્થાનો ફાયદો તેની 75 ટકા વસ્તીને જ મળી રહ્યો છે. જોકે હવે બંધારણ દિવસ માટે કાર્યક્રમ જેવા કે સેમિનાર અને વર્કશોપ વગેરે કરવામાં આવી રહ્યા છે