- મધ્યપ્રદેશમાં CISF જવાનની સરહાનીય કામગીરી
- વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશનમા ફસાયેલા 2 મજૂરો
- 50 મીટરની ઊંચાઇ પર ફસાયેલા મજૂરને બચાવી લીધા
નવી દિલ્હી: દેશમાં સેના અથવા અર્ધ સરકારી બળોના જવાન મુખ્યત્વે પોતાના જીવનો વીચાર કર્યા વીના જ સામાન્ય નાગરીકોના જીવ બચાવતા હોય છે. આવો જ કઇ કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. જ્યા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના એક જવાને સુપર થર્મલ પાવર સ્ટેશનના 2 મજૂરને બચાવ્યા (cisf jawan rescue 2 labour) છે.
CISF જવાને કર્યા રેસક્યુ
મધ્યપ્રદેશના વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશનના 2 મજૂર ચિમનીમા 50 મીટરની ઊંચાઇએ ફસાઇ ગયા હતા. ત્યાર બાદ પોતાના જીવનો વીચાર કર્યા વીના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના જવાનોએ તેમની મદદ કરવાનુ મન બનાવી લીધુ. લિફટમાં આઇ મિકેનીકલ ફોલ્ટના કારણે મજૂર ચિમનીમા 50 મીટર ઉપર ફસાયા હતા.
આ પણ વાંચો:ભારત બાયોટેકની સુરક્ષા CISFને સોંપાઇ