ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુવાહાટી એરપોર્ટ પર 80 વર્ષની વિકલાંગ મહીલાને નગ્ન થવા માટે કર્યું દબાણ - ગુવાહાટી એરપોર્ટ

ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટ પર નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના (CISF) જવાનો દ્વારા એક આઘાતજનક ઘટનામાં 80 વર્ષીય વિકલાંગ મહિલાને કથિત રીતે કપડા ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાની પુત્રી, ડોલી કિકોન, એક પ્રસિદ્ધ માનવશાસ્ત્રી અને લેખક, તેની માતા માટે મદદ માંગવા ટ્વિટ કર્યું હતું. ટ્વીટનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જવાબ આપ્યો કે તેઓ આ બાબતની તપાસ કરશે.

ગુવાહાટી એરપોર્ટ પર 80 વર્ષની વિકલાંગ મહીલાને નગ્ન થવા માટે કર્યું દબાણ
ગુવાહાટી એરપોર્ટ પર 80 વર્ષની વિકલાંગ મહીલાને નગ્ન થવા માટે કર્યું દબાણ

By

Published : Mar 25, 2022, 1:42 PM IST

Updated : Mar 25, 2022, 3:20 PM IST

ગુવાહાટી:ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટ પર નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના (CISF) જવાનો દ્વારા એક આઘાતજનક ઘટનામાં 80 વર્ષીય વિકલાંગ મહિલાને કથિત રીતે કપડા ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાની પુત્રી, ડોલી કિકોન, એક પ્રસિદ્ધ માનવશાસ્ત્રી અને લેખક, તેની માતા માટે મદદ માંગવા ટ્વિટર પર ગઈ હતી.

કપડાં ઉતારવા દબાણ: કિકોને ટ્વીટ કર્યું કે, "મારી 80 વર્ષીય વિકલાંગ માતાને ગુવાહાટી એરપોર્ટ (Guwahati Airport) પર CISF સુરક્ષા તપાસમાં ઉતારવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓને તેના ટાઈટેનિયમ હિપ ઈમ્પ્લાન્ટના "પ્રૂફ" જોઈતા હતા અને તેને કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. શું આપણે વરિષ્ઠ લોકો સાથે આવું વર્તન કરીએ છીએ? "

ફરિયાદ ફોર્મ છીનવી લીધું: કિકોનએ વધુમાં ઉમેર્યું, "કોઈક કૃપા કરીને મદદ કરો! ગુવાહાટી એરપોર્ટ (Guwahati Airport) પર CISF સુરક્ષા કર્મચારીઓની ટીમ મારી ભત્રીજીને પરેશાન કરી રહી છે જે મારી માતાની સંભાળ લઈ રહી છે. તેઓએ લખેલું ફરિયાદ ફોર્મ છીનવી લીધું છે. તેઓએ તેણીને સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપી નથી. શું તેને 'મંજૂરી' નથી. મારી મમ્મી દુઃખી છે."

જ્યોતિરાદિત્ય સિંધિયાએ તપાસ કરશે : શા માટે? શા માટે? કિકોને એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેની માતાને તેના અંડરગારમેન્ટને નીચે ખેંચવા માટે દબાણ કર્યું હતું. "તે ઘૃણાજનક છે! મારી 80 વર્ષની વિકલાંગ માતાને તેણીના અંડરગારમેન્ટ નીચે ખેંચીને નગ્ન થવા માટે દબાણ કરવામાં આવ્યું. શા માટે? શા માટે?" તેણીએ ટ્વીટ કર્યું હતું. ટ્વીટનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જવાબ આપ્યો કે તેઓ આ બાબતની તપાસ કરશે.

Last Updated : Mar 25, 2022, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details