નવી દિલ્હી: ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા પવિત્ર પર્વ એવા નાતાલ પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુએ ક્રિસમસના એક દિવસ પહેલા જ નવી દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. અહીં આયોજીત નાતાલની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો અને બાળકો સાથે સમય વિતાવ્યો. જ્યાં બાળકોએ નાતાલનાં ગીતો ગાયાં. રાષ્ટ્રપતિએ માનવતાની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મધ્યપ્રદેશમાં શિયાળુ તહેવારોની ઉજવણી કરવા માટે ચર્ચોમાં રોશની કરવામાં આવી હતી અને લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા. નાતાલના અવસર પર, દિલ્હીના સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચમાં મધ્યરાત્રિએ સામૂહિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
PM મોદીની શુભેચ્છા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ X પર કહ્યું, 'તમામને ક્રિસમસની શુભકામનાઓ! આ તહેવારની મોસમ તમામ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. આવો સદભાવ અને કરુણાની ભાવનાની ઉજવણી કરીએ જે નાતાલનું પ્રતીક છે અને એક એવી દુનિયા માટે કામ કરીએ જ્યાં દરેક ખુશ અને સ્વસ્થ હોય. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન ઉપદેશોને પણ યાદ કરીએ.
પુરીના દરિયા કિનારે વિશાળ રેત શિલ્પ: ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે નાતાલ પર્વ પૂર્વે 'ગિફ્ટ અ પ્લાન્ટ, ગ્રીન ધ અર્થ'ના સંદેશ સાથે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર ડુંગળીનો ઉપયોગ કરીને સાન્તાક્લોઝનું રેતીનું શિલ્પ બનાવ્યું હતું. સુદર્શન પટનાયકે કહ્યું કે આ વિશાળ પ્રતિમા બનાવવામાં બે ટન ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર વર્ષે, ક્રિસમસ દરમિયાન, અમે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર કેટલાક અલગ શિલ્પો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ વખતે અમે વિશ્વનું સૌથી મોટું ડુંગળી અને રેતી સ્થાપન સાન્તાક્લોઝ બનાવ્યું છે જે 100 ફૂટ લાંબુ, 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું છે. અમે બે ટનનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું, 'અમે એક છોડ ભેટ આપો, પૃથ્વીને હરિયાળી બનાવો' એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
દેશભરના ચર્ચમાં ખાસ પ્રાર્થના: બેંગલુરુમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ કેથેડ્રલમાં પણ પ્રાર્થનાઓ યોજાઈ હતી. ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. કેરોલ સિંગિંગ, રોશનીનો ઝગમગાટ, ક્રિસમસ લાઇટ્સ અને સુશોભિત ક્રિસમસ ટ્રી લોકોને ક્રિસમસ પર્વની ઉજવણી માટે આકર્ષે છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં અવર લેડી ક્વીન ચર્ચમાં મધ્યરાત્રિની સામૂહિક પ્રાર્થના માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે.
ખિસ્ત્રી સમુદાયમાં ઉત્સાહનો માહોલ: પણજીના ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના પેરિશ પ્રાઈસ્ટ ફાધર વોલ્ટર ડી સાએ જણાવ્યું હતું કે, અન્ય ધર્મના લોકોએ પણ નાતાલની ઉજવણી કરી હતી. મધ્યરાત્રિએ અમે નાતાલની ઉજવણી કરી અને અન્ય ધર્મના લોકો સહિત સારી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. તે બધાએ અમારી નાતાલની ઉજવણીમાં ખુશીથી ભાગ લીધો. હું મારા તમામ ભાઈઓ અને બહેનો અને મારા મિત્રોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ બધાને નાતાલની ખુશી અને આનંદની શુભેચ્છા પાઠવું છું.
- Good Governance Day: શું તમે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો જાણો છો?
- Tribal Tradition: આ ગામમાં ૧૦૦ વર્ષ બાદ આવ્યો રૂડો અવસર, જાણો ઉજવણીનું મહત્વ...