હૈદરાબાદ:નાતાલ એ (CHRISTMAS 2022) ખ્રિસ્તી ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. ક્રિસમસ ડે દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પરંતુ નાતાલની ઉજવણીની શરૂઆત એક દિવસ અગાઉ એટલે કે 24 ડિસેમ્બરથી જ થાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે. લાંબા સમય સુધી, ક્રિસમસ ફક્ત પશ્ચિમી અને ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા દેશોમાં જ સીમિત હતો. પરંતુ હવે તે ભારતમાં ખ્રિસ્તી સહિત તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે.
નાતાલના દિવસે ઈસુ ખ્રિસ્તને યાદ કરવામાં આવે છે: નાતાલના દિવસ પહેલા, 24મી ડિસેમ્બરની મધ્યરાત્રિથી ઉજવણી શરૂ થાય છે. લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો તેમના આરાધ્ય ઈસુ ખ્રિસ્તને યાદ કરે છે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવે છે.