ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિરાગ પાસવાન અમદાવાદમાં ભાજપના નેતાને મળ્યા હોવાની ચર્ચા, LJP નેતાએ કહ્યું આ મારો અંગત પ્રવાસ - ચિરાગ પાસવાન અમદાવાદની મુલાકાતે

લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતના અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. જોકે, આ તેમનો ખાનગી પ્રવાસ હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ એવી પણ અટકળો શરૂ થઈ છે કે, ચિરાગ પાસવાને ભાજપના કોઈક વરિષ્ઠ નેતા સાથે મુલાકાત કરી હતી.

LJPના નેતા ચિરાગ પાસવાને અમદાવાદની કરી મુલાકાત, BJPના વરિષ્ઠ નેતાને મળ્યા હોવાની અટકળો તેજ
LJPના નેતા ચિરાગ પાસવાને અમદાવાદની કરી મુલાકાત, BJPના વરિષ્ઠ નેતાને મળ્યા હોવાની અટકળો તેજ

By

Published : Jun 29, 2021, 11:16 AM IST

  • લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતાએ અમદાવાદની કરી મુલાકાત
  • LJP નેતા ચિરાગ પાસવાને અમદાવાદમાં ભાજપના વરિષ્ઠ નેતા સાથે મુલાકાત કરી હોવાની અટકળો તેજ
  • મને ઘેરવાના પ્રયાસ ચાલુ રહેશે તો ભવિષ્યના રાજકીય પગલાઓ અંગે તમામ સંભાવનાઓ પર વિચાર કરીશઃ પાસવાન

અમદાવાદઃ લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે પાર્ટીના નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) ગુજરાતના અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. જોકે, આ તેમનો ખાનગી પ્રવાસ (Private tour) હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ એવી પણ અટકળો શરૂ થઈ છે કે, ચિરાગ પાસવાને (Chirag Paswan) ભાજપના કોઈક વરિષ્ઠ નેતા સાથે મુલાકાત કરી હતી. એરપોર્ટ પર પહોંચેલા પાસવાન તમામ પ્રકારના પ્રશ્નોથી બચતા જોવા મળ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ભાજપના કોઈ વરિષ્ઠ નેતા (senior BJP leader) સાથે મુલાકાત કરવા અમદાવાદ આવ્યા છે. કેમ કે આવી અટકળો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે, આ એક ખાનગી પ્રવાસ છે.

આ પણ વાંચો-LJP વિવાદ : બળવાખોરીની રાજનીતિમાં ચિરાગ પાસવાન ફસાયા

મારા પિતા હંમેશા વડાપ્રધાન મોદી અને ભાજપ સાથે ઉભા રહ્યા, પરંતુ અત્યારે મને જરૂર છે ત્યારે ભાજપે સાથ ન આપ્યોઃ ચિરાગ પાસવાન

ઉલ્લેખનીય છે કે, પોતાની જ પાર્ટીમાં પડકારોનો સામનો કરી રહેલા લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા ચિરાગ પાસવાને (Chirag Paswan) મંગળવારે કહ્યું હતું કે, ભાજપની સાથે તેમના સંબંધ 'એકતરફી' ન રહી શકે અને જો તેમને ઘેરવાનો પ્રયાસ ચાલુ જ રહેશે તો તેઓ પોતાના ભવિષ્યના રાજકીય પગલાઓ અંગે તમામ સંભાવનાઓ અંગે વિચાર કરશે. ચિરાગ પાસવાને (Chirag Paswan) એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના પિતા રામવિલાસ પાસવાન (Ramvilas Paswan) અને તેઓ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તથા ભાજપ સાથે ઉભા રહ્યા હતા, પરંતુ જ્યારે હવે આ કઠિન સમયમાં તેમના હસ્તક્ષેપની આશા હતા તો ભાજપે સાથ ન આપ્યો.

આ પણ વાંચો-Assembly Election-2022 : 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ

ભાજપ જે પાર્ટીના સહયોગથી જીતી તે જ પાર્ટીને હવે કિનારે કરી રહી છેઃ તેજસ્વી યાદવ

આપને જણાવી દઈએ કે, લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan)ને ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સાથે સંંબંધોમાં તણાવ વચ્ચે રાજદના નેતા તેજસ્વી યાદવે (RJD leader Tejaswi Yadav) તેમને વિપક્ષ સાથે આવવાનું આહ્વાન કર્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પિતા રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ના વારસાને RSS વિચારક એમ. એસ. ગોલવલકર (RSS thinker m. S. Golwalkar)ના વિચારો સામે અસ્તિત્વની લડાઈથી જોડીને જ આગળ લાવી શકાય છે. આ સાથે જ ચિરાગ LJPનો કમાન્ડ તેના કાકા પશુપતિકુમાર પારસ (Pashupati Kumar Paras) સાથે ઝઘડા અંગે પણ ભાજપની ચુપ્પી પર નિરાશા વ્યક્ત કરી ચૂક્યા છે. આ અંગે તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે, પોતાના જૂના સહયોગીઓનો ફાયદો ઉઠાવીને સત્તામાં આવ્યા પછી ભાજપે તેમાંથી મોટા ભાગના તમામ લોકોને છોડી મૂક્યા હતા.

ABOUT THE AUTHOR

...view details