કોલંબો (શ્રીલંકા) શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ યુઆન વાંગ 5 Chinese Research Vessel Yuan Wang 5 આજે સવારે હમ્બનટોટા બંદરે The Ship Reached Hambantota Port પહોંચ્યું હતું. આ જહાજ ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ભારતને તેનાથી જાસૂસીનો ડર હતો. સંશોધન અને સર્વેક્ષણ જહાજ અગાઉ 11 ઓગસ્ટના રોજ ચીની લીઝ પરના હમ્બનટોટા બંદર પર ડોક કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભારતે તેની ચિંતાઓ ઉઠાવ્યા પછી તેને અટકાવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઅટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
જહાજ શ્રીલંકાના બંદર પર ઉતર્યુંડેઈલી મિરરે અહેવાલ આપ્યો છે કે, આજે સવારે જહાજ શ્રીલંકાના બંદર પર ઉતર્યું હતું. શ્રીલંકાએ પુષ્ટિ કરી કે તેણે ચીનને હમ્બનટોટા બંદર પર યુઆન વાંગ 5 જહાજની મુલાકાત મુલતવી રાખવા કહ્યું છે. ચીની દૂતાવાસે શ્રીલંકાની સરકારને જહાજને ડોક કરવા માટે જરૂરી સહાય અને પરવાનગી આપવા વિનંતી કરી હતી. 12 ઓગસ્ટે ચીની દૂતાવાસે શ્રીલંકાના વિદેશ મંત્રાલયને રાજદ્વારી નોંધ દ્વારા જાણ કરી હતી કે યુઆન વાંગ 5 જહાજ 16 ઓગસ્ટના રોજ હમ્બનટોટા બંદર પર આવવાનું છે. ત્યારબાદ ચીનમાંથી 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી નવી તારીખ માટે અરજી કરી.
કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવતું નથીશ્રીલંકાના નિર્ણય બાદ ચીને કહ્યું કે ચીન અને શ્રીલંકા વચ્ચેનો સહયોગ બંને દેશો દ્વારા સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યો છે અને તે સામાન્ય હિતોની સેવા કરે છે અને તે કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવતું નથી. બેઇજિંગે એમ પણ કહ્યું હતું કે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને શ્રીલંકાને દબાણ કરવું બિનજરૂરી છે. સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે નિયુક્ત, યુઆન વાંગ 5 2007 માં બનાવવામાં આવ્યું હતું અને તેની ક્ષમતા 11,000 ટન છે. ભારતે શ્રીલંકાના બંદર પર જહાજના ડોકીંગ પર તેની સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોબિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ 31 પ્રધાનો લેશે શપથ
આ જહાજ એક સંશોધન જહાજ છેઆ જહાજ એક સંશોધન જહાજ છે જે સમુદ્રના તળને મેપ કરવાની ક્ષમતા ધરાવે છે. જે ચીની નેવીના એન્ટી સબમરીન ઓપરેશન માટે મહત્વપૂર્ણ છે. આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્રના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ઉપગ્રહ સંશોધન કરી શકે છે, જે ભારત માટે સુરક્ષાની ચિંતા પેદા કરી શકે છે. કોલંબોથી લગભગ 250 કિમી દૂર સ્થિત હમ્બનટોટા બંદર, ઉચ્ચ વ્યાજની ચીની લોન સાથે બનાવવામાં આવ્યું હતું. શ્રીલંકાની સરકારે ચીન પાસેથી લીધેલું દેવું ચૂકવવા માટે સંઘર્ષ કર્યા પછી આ બંદર 99 વર્ષના લીઝ પર ચીનને સોંપવામાં આવ્યું હતું.