ગુજરાત

gujarat

ETV Bharat / bharat

US Report On Pakistani Media: યુએસ રિપોર્ટમાં ખુલાસો, ચીન પાકિસ્તાની મીડિયા પર માંગે છે નિયંત્રણ - China wants control over Pakistani media

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં આપેલી માહિતી અનુસાર ચીને ચાઇના-પાકિસ્તાન મીડિયા કોરિડોરના ભાગરૂપે પાકિસ્તાની મીડિયા પર નોંધપાત્ર નિયંત્રણ માટે વાટાઘાટો કરવાની માંગ કરી હતી. જેના દ્વારા તે પાકિસ્તાનના માહિતી વાતાવરણને મોનિટર કરવા અને આકાર આપવા માટે સંયુક્ત રીતે સંચાલિત નર્વ સેન્ટર પણ સ્થાપિત કરવા માંગે છે.

US Report On Pakistani Media
US Report On Pakistani Media

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 12:34 PM IST

Updated : Oct 5, 2023, 12:53 PM IST

વોશિંગ્ટનઃ ચીન હોય કે પાકિસ્તાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ ચીન અને પાકિસ્તાનના સંબંધોને લઈને અનેક વખત દેશ વ્યાપી ચર્ચાનો વિષય પણ બની ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત ચર્ચા થઈ છે. અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટમાં પાકિસ્તાની મીડિયાને લઈને મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના મોટા ભાગના મીડિયા પર ચીનનું નિયંત્રણ વધી રહ્યું છે. અમેરિકા રિપોર્ટમાં દાવો કરી રહ્યું છે કે ચીન પાકિસ્તાનમાં પ્રસારિત અને પ્રકાશિત થતા સમાચારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યું છે.

રિપોર્ટમાં આપવામાં આ માહિતી: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન કેટલાક અન્ય નજીકના ભાગીદાર દેશોના મીડિયાને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં નોર્થ-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) મીડિયા ફોરમનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ચીને પાકિસ્તાનને તેના વિરૂદ્ધ પ્રકાશિત થયેલા સમાચાર પર નિયંત્રણ રાખવાનું કહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફોરમ ખાસ કરીને એવા સમાચારો પર નજર રાખે છે જેનાથી ચીનની છબી ખરાબ થઈ શકે છે.

ઘણા ખુલાસા થયા: સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં આ અંગે ઘણા ખુલાસા થયા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2021 માં, ચીને ચાઇના-પાકિસ્તાન મીડિયા કોરિડોરના ભાગરૂપે પાકિસ્તાની મીડિયા પર નોંધપાત્ર નિયંત્રણ માટે વાટાઘાટો કરવાની માંગ કરી હતી. ચીન પાકિસ્તાનના માહિતી વાતાવરણની દેખરેખ અને જાળવણી માટે એક નર્વ સેન્ટર સ્થાપવા માંગે છે. જોકે, એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન સરકારે ચીનના આ પ્રસ્તાવને ગંભીરતાથી લીધો નથી. ચીનના ડ્રાફ્ટ કોન્સેપ્ટ પેપરમાં ચીન અને પાકિસ્તાનની સરકારોને થિંક ટેન્ક, સર્વસંમતિ નિર્માતાઓ, CPEC અભ્યાસ કેન્દ્રો, મીડિયા સંસ્થાઓ, PRC કંપનીઓ અને સ્થાનિક કન્ફ્યુશિયસ સંસ્થાઓના ઇનપુટ્સને સુવ્યવસ્થિત કરીને પાકિસ્તાનના માહિતી વાતાવરણ પર દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં ચીનના નજીકના સાથી: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની મીડિયાને પકડવા માટે ચીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી જાળ પાથરી છે કે જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાની મીડિયા પર નોંધપાત્ર નિયંત્રણ મેળવવાનો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ગયા અઠવાડિયે જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન આ મામલે રશિયા સાથે મળીને કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને પ્રસ્તાવ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હોવા છતાં, એવા પૂરતા તથ્યો છે કે પાકિસ્તાની મીડિયા ચીનને અપ્રમાણસર રીતે ફાયદો પહોંચાડી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની મીડિયા પાકિસ્તાનમાં ચીનના નજીકના સાથી તરીકે કામ કરી રહ્યું છે.

  1. S. Jaishankar News: વિદેશ પ્રધાન જયશંકર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, બ્લિંકેન, તાઈ સાથે મુલાકાત કરશે
  2. PM Modi US Visit : વોશિંગ્ટનની હોટલમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત, મહિલાઓને પૂછ્યું - 'કેમ છો'
Last Updated : Oct 5, 2023, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details