ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનમાં મંકી બી વાઇરસને કારણે પહેલો મૃત્યુનો કેસ - ડોક્ટરનું મોત

ચીનમાં મંકી બી વાઇરસથી પહેલો મૃત્યુનો એક કેસ સામે આવ્યો છે. મૃત્યુ પામનારો વ્યક્તિ બેઇજિંગમાં રહેતો હતો અને એનિમલ ડોક્ટર હતો.

Monkey
Monkey

By

Published : Jul 18, 2021, 10:33 PM IST

Updated : Jul 22, 2021, 12:53 PM IST

ચીનમાં એક પશુચિકિત્સકને મંકી બી વાઇરસનો ચેપ લાગ્યો

ચેપને કારણે ડોક્ટરનું અવસાન થયું

ડોક્ટરની નજીકના લોકો આ વાઇરસથી સુરક્ષિત

બેઇજિંગ:ચીનમાં એક પશુચિકિત્સકને મંકી બી વાઇરસનો ચેપ લાગ્યો છે. ચેપને કારણે ડોક્ટરનું અવસાન થયું છે. હાલમાં, ડોક્ટરની નજીકના લોકો આ વાઇરસથી સુરક્ષિત છે. આ વાઇરસ તેમનામાં જોવા મળ્યો નથી. ડોક્ટરમાં મંકી બી વાઇરસ મળ્યાનો પહેલો માનવ ચેપ કેસની પુષ્ટિ થઈ છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે રવિવારે આ માહિતી આપી હતી.

પશુચિકિત્સકનું મોત મંકી બી વાઇરસના ચેપને કારણે થયું

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, બેઇજિંગમાં પશુચિકિત્સકનું મોત મંકી બી વાઇરસના ચેપને કારણે થયું હતું. તે બિન-માનવીય પ્રાઈમેટ્સ પર સંશોધન કરતી સંસ્થા માટે કામ કરતો હતો. પ્રારંભિક લક્ષણો માર્ચની શરૂઆતમાં બે મૃત વાંદરાઓમાં દેખાયા હતા. ચીનના CDC સાપ્તાહિક ઇંગ્લિશ પ્લેટફોર્મ દ્વારા ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સામાયિકે જણાવ્યું હતું કે, પશુચિકિત્સકનું 27મી મેના રોજ અવસાન થયું હતું.

Money

આ પણ વાંચો:Zika Virus: કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા, જાણો શું છે ઝીકા વાઈરસના લક્ષણો?

નજીકના સંપર્ક ધરાવતા લોકો પાસેથી નમૂના લેવામાં આવ્યા

આ વાઇરસ 1932માં બહાર આવ્યો હતો ચીનમાં પશુચિકિત્સકને મંકી બીથી ચેપ લાગવાનો અને પછી મૃત્યુ થવાનો આ પહેલો કેસ છે. સંશોધનકારોએ એપ્રિલમાં પશુવૈદમાંથી સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી એકત્રિત કર્યું હતું. તપાસ દરમિયાન તેમાં મંકી બી વાઇરસ મળી આવ્યો હતો. આ પછી પશુવૈદ સાથે નજીકના સંપર્ક ધરાવતા લોકો પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં વાઇરસ મળ્યો નથી. આ વાઇરસ 1932માં દેખાયો. તે સીધા સંપર્ક અને શારીરિક સ્ત્રાવ દ્વારા ફેલાય છે. તેનો મૃત્યુ દર 70 થી 80 ટકા છે.

આ પણ વાંચો:Zika Virus: કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરળમાં મળ્યો પ્રથમ કેસ

ચીનમાં પ્રયોગશાળા સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવી જરૂરી

સામયિકે સૂચવ્યું હતું કે, વાંદરાઓમાં રહેલા બી વાઇરસ કામદારો માટે સંભવિત જોખમ લાવી શકે છે. આ વાઇરસને દૂર કરવા અને ચીનમાં પ્રયોગશાળા સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવી જરૂરી છે.

Last Updated : Jul 22, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details