- ચીન તરફથી વધુ એક રેડઝોનની નિશાની સામે આવી
- મનુષ્યમાં બર્ડ ફ્લૂનો H10N3થી સંક્રમણ થવાનો પહેલો કેસ સામે આવ્યો
- ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી માહિતી
બીજિંગઃ એચ10એન3થી મનુષ્યમાં બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાનો પહેલો કેસ ચીનના પૂર્વ પ્રાંત જિઆંગસુમાં નોંધાયો છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે મંગળવારે આ માહિતી આપી છે.સરકાર સંચાલિત સીજીએનટી ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઝેનજિયાંગ શહેરનો 41 વર્ષના દર્દીની હાલત સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ આર્મીના જવાનોના ટેસ્ટ કરાવવાનું કહીને સંખ્યાબંધ પેથોલોજિસ્ટના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ
જોકે આરોગ્ય સત્તાવાળાઓએ આ સંક્રમણ મામલાને વધુ મહત્ત્વ ન આપતાં કહ્યું છે કે આ સંક્રમણ મરઘીમાં માણસોમાં ફેલાયેલા વાયરસનો છૂટાછવાયો કેસ છે અને રોગચાળો ફેલાવાનું જોખમ ખૂબ ઓછું છે.રાષ્ટ્રીય આરોગ્ય આયોગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 28 મેના રોજ એક દર્દી ( H10N3 Bird Flu) વાયરસથી સંક્રમિત મળ્યો હતો. કમિશને જણાવ્યું ન હતું કે તે વ્યક્તિને કેવી રીતે સંક્રમણ લાગ્યું, પણ તેમણે કહ્યું કે આ પહેલાં વિશ્વમાં ક્યાંય પણ મનુષ્યોમાં એચ10એન3 સંક્રમણ લાગ્યું નથી.