- ભારત-પાક. વચ્ચેની સ્થિતિ અંગે અમેરિકન ઈન્ટેલિજન્સ કમ્યુનિટીનો રિપોર્ટ
- પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ ભારત દ્વારા વધુ સૈન્ય બળનો ઉપયોગ કરીને અપાશે
- પરમાણુ શસ્ત્રોથી સજ્જ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો
વોશિંગ્ટન: અમેરિકન ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી દ્વારા સંસદને સોંપવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવામાં આવેલી ઉશ્કેરણીનો જવાબ ભારત દ્વારા વધારે સૈન્ય બળ સાથે આપી શકે છે. 'ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ'(ODNI) દ્વારા અમેરિકન કોંગ્રેસ (સંસદ)ને સોંપવામાં આવેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધ થવાની સંભાવના નહિવત છે, પરંતુ બન્ને દેશો વચ્ચે તણાવ વધવાની આશંકા છે.