હૈદરાબાદ: ભૂટાન સાથેની ચીનની વિવાદિત સરહદ (china bhutan border dispute) પર બાંધકામોનો વિકાસ ચાલી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ચીન 2 માળની ઇમારતો સહિત 200થી વધુ સ્ટ્રક્ચર્સ અને વસાહતોનું નિર્માણ (China Construction At Bhutan Border) ઝડપથી કરી રહ્યું છે. આ સંબંધમાં અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ હૉકઆઈ 360 (American data analytics firm HawkEye 360)એ સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે.
ચીને ભૂટાન સરહદ પર નિર્માણ કાર્ય તેજ કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા એક્સપર્ટ્સે ભૂટાન બોર્ડર પર ચીની કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તસવીરોનું વિશ્લેષણ કર્યું છે. અહેવાલો અનુસાર સેટેલાઇટ ઇમેજ (china construction satellite image) રિલીઝ કરનારી સંસ્થા હૉકઆઈ 360 જમીન સ્તરની પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરે છે. અન્ય 2 નિષ્ણાતોએ સેટેલાઇટની મદદથી હૉકઆઈ 360 દ્વારા બહાર પાડવામાં આવેલા ભૂટાન સરહદ પર ચીનના બાંધકામના ફોટાની તપાસ કરી છે. આ તસવીરો અનુસાર, ચીને તાજેતરના દિવસોમાં ભૂટાન સાથેની સરહદ પર નિર્માણ કાર્ય તેજ કર્યું છે.
ચીને આ વિસ્તારમાં રોડ બનાવ્યો
હૉકઆઇ 360માં મિશન એપ્લિકેશન નિર્દેશક ક્રિસ બિગર્સે જણાવ્યું છે કે, ચીન લાંબા સમયથી ભૂટાનની પશ્ચિમી સરહદ (western border of Bhutan) પર નિર્માણ કરી રહ્યું છે. વર્ષ 2020થી જ ચીન સ્ટ્રક્ચર્સ વિકસાવી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજરી ફર્મ કેપેલ્લા (satellite imagery firm Capella Space) સ્પેસ એન્ડ પ્લેનેટ લેબ્સે ચીની પ્રવૃત્તિઓ વિશે કેટલીક તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે ચીને વિસ્તારની સફાઈ કર્યા બાદ રોડ બનાવ્યો છે.
2021થી ભૂટાન બોર્ડ પર ચીનના નિર્માણ કાર્યમાં ગતિ આવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિગર્સે કહ્યું, સેટેલાઇટ ફોટા દર્શાવે છે કે, 2021માં ભૂટાન બોર્ડર પર ચીનના નિર્માણ કાર્યમાં ઝડપ આવી છે. તેમણે કહ્યું કે, નાના બાંધકામો સંભવતઃ ઘરગથ્થુ ઉપકરણો અને પુરવઠા માટે બનાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નાના સ્ટ્રક્ચર્સનો વિકાસ કર્યા પછી પાયો નાંખ્યો અને પછી ઇમારતો પણ બનાવવામાં આવી.
6 વસાહતો ચીન અને ભૂટાનના વિવાદાસ્પદ વિસ્તારમાં
અહેવાલો અનુસાર, કેપેલા સ્પેસે ભૂટાન સરહદ પર ચીને બનાવેલા બાંધકામોની સેટેલાઇટ તસવીરો (Satellite images of Chinese constructions) કેપ્ચર કરી છે. તેમનો અભ્યાસ કરનારા અન્ય 2 નિષ્ણાતોના મતે તમામ 6 વસાહતો ચીન અને ભૂટાનના વિવાદિત પ્રદેશમાં હોવાનું જણાય છે. તેમાં લગભગ 110 ચોરસ કિલોમીટરનો વિવાદિત વિસ્તાર પણ સામેલ છે. નિષ્ણાતોના મતે ચીન જે વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે, તે વિસ્તારમાં સંસાધનો અને સ્થાનિક મૂળ વસ્તી ઘણી ઓછી છે.
આ પણ વાંચો:Sino India military level talks : ચીને કહ્યું સરહદ પર સ્થિતિ સ્થિર, આજે થશે કમાન્ડર સ્તરીય વાતચીત
ચીન પોતાના દાવાને સાચા સાબિત કરીને વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છુક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂટાનના વિદેશ મંત્રાલયે ચીનની ગતિવિધિઓ વિશે કહ્યું કે, લોકો વચ્ચે સરહદ સંબંધિત મુદ્દાઓ પર વાત ન કરવી એ ભૂટાનની નીતિ છે. મંત્રાલયે આ અંગે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત (Specialists in International Affairs) અને ભારતીય સંરક્ષણ સૂત્રએ જણાવ્યું હતું કે, ભૂટાન સરહદ પર બાંધકામ દર્શાવે છે કે ચીન પોતાની મહત્વાકાંક્ષાઓને નક્કર સ્વરૂપ આપીને તેના દાવાના આધારે સરહદ વિવાદનો ઉકેલ લાવવા ઈચ્છે છે.
પોતાના ક્ષેત્રમાં બાંધકામ પ્રવૃત્તિઓ હાથ ધરવી ચીનની સંપ્રભુતા - ચીન
ભૂટાન સરહદ પર ચીન દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે ફક્ત સ્થાનિક લોકોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી કરવામાં આવતું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના ક્ષેત્રમાં સામાન્ય બાંધકામ પ્રવૃત્તિઓ હાથ ધરવી તે ચીનની સંપ્રભુતા છે. ચીનના મંત્રાલયે પણ આ બાબતે વિગતવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીનની દાદાગીરી આ પહેલા પણ સામે આવી ચુકી છે. ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા LAC વિવાદ (india china border dispute)ની વચ્ચે તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા કે, ચીન પેંગોંગ ત્સો તળાવ પર પુલ બનાવી રહ્યું છે. આ સંદર્ભમાં, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીનની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત