સંયુક્ત રાષ્ટ્ર:લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી (one of India's most wanted terrorists Sajid Mir) તરીકે નિયુક્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવને ચીને અવરોધ્યો છે. ભારતે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર પણ છે. બેઇજિંગે ગુરુવારે મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવા અને યુએન સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ બ્લેકલિસ્ટ કરવાના યુએસ ઠરાવને અવરોધિત કર્યા હોવાના અહેવાલ છે.
ચીને મુંબઈ હુમલાના દોષી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવ પર મૂક્યો પ્રતિબંધ
સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક (one of India's most wanted terrorists Sajid Mir) છે. તે 2008ના મુંબઈ હુમલાનો (26/11 Mumbai attack) મુખ્ય કાવતરાખોર પણ છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સાજિદને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાનો હતો અને બ્લેકલિસ્ટેડમાં સામેલ કરવાનો હતો.
ચીને મુંબઈ હુમલાના દોષી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવ પર મૂક્યો પ્રતિબંધ
26/11નો મુંબઈ હુમલો: ભારત દ્વારા સમર્થિત આ દરખાસ્ત હેઠળ, મીરની મિલકતો જપ્ત કરવામાં આવી હોત અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હોત. 26/11ના મુંબઈ આતંકી હુમલામાં (Mumbai attack of 26/11) તેની ભૂમિકા માટે મીર પર 5 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.