ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Child Sexual Abuse Case : જેનું કામ મહિલાઓની રક્ષા કરવાનું હતું, તે જ બની રહ્યા હતા ભક્ષક, જાણો સમગ્ર ઘટના વિશે... - Chief Minister Arvind Kejriwal

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના મિત્રની સગીર પુત્રી પર મહિનાઓ સુધી બળાત્કાર કરવાના આરોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે. આ સાથે આ મામલે મુખ્ય સચિવ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 21, 2023, 3:02 PM IST

નવી દિલ્હીઃમુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના જ મિત્રની પુત્રી પર મહિનાઓ સુધી બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં તૈનાત ડેપ્યુટી ડાયરેક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે મુખ્ય સચિવ નરેશ કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ અધિકારી પર નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 સુધી 14 વર્ષની સગીર છોકરી પર ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ છે.

પિતાનું અવસાન સગીરા અધિકારી સાથે રહેતી હતી : ડીસીપી સાગર સિંહ કલસીનું કહેવું છે કે, પીડિતા તેના માતા-પિતા સાથે રહેતી હતી. માતા-પિતા દિલ્હીની સરકારી શાળામાં મુખ્ય શિક્ષક હતા. 1 ઓક્ટોબર 2020 ના રોજ તેના પિતાના મૃત્યુ પછી, પીડિતા પરેશાન થવા લાગી, જેના કારણે અધિકારી તેને તેના ઘરે લઈ આવ્યો હતો. આરોપો અનુસાર, આરોપી અધિકારીએ નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 વચ્ચે પીડિતા પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો. કિશોરીએ આ ઘટના અંગે આરોપીની પત્નીને પણ જાણ કરી હતી, પરંતુ તેણે પીડિતાને ચૂપ રહેવાની સલાહ આપી હતી.

બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો : પીડિતાની માતાના જણાવ્યા મુજબ, 16 જાન્યુઆરીએ જ્યારે તે તેની પુત્રીના જન્મદિવસ પર તેને મળવા ગઈ ત્યારે તે પણ તેની સાથે ઘરે આવી હતી. આ પછી આરોપી પીડિતાનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહી હતી. આ કેસમાં પીડિતાની ફરિયાદ પર પોલીસે બળાત્કાર અને અન્ય કલમો અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હજુ સુધી મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મહિલા આયોગના અધ્યક્ષે કરી આ અપિલ : દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સોમવારે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને સગીર બાળકી પર કથિત રૂપે યૌન શોષણ અને તેને ગર્ભાધાન કરવાના આરોપમાં આરોપી અધિકારીની ધરપકડ કરવાની માંગ કરી હતી. સ્વાતિ માલીવાલે "X" પર લખ્યું છે કે "દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટરના પદ પર બેઠેલા એક સરકારી અધિકારી પર બાળકીના યૌન શોષણનો ગંભીર આરોપ છે. પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી નથી. દિલ્હી પોલીસે નોટિસ ફટકારવી જોઈએ. જેનું કામ દીકરીઓને બચાવવાનું હતું તે જ શિકારી બની જશે તો છોકરીઓ ક્યાં જશે! જલ્દી ધરપકડ થવી જોઈએ!

  1. Chandrayaan 3: ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે લીધેલી ચંદ્ર સપાટીની પ્રથમ તસવીરો આવી સામે
  2. Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો

ABOUT THE AUTHOR

...view details