આઝમગઢઃરૌનાપર પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલા બાગીચા ગામમાં પિતાએ પોતાના બાળકને માર મારીને હત્યા કરી દિધી હતી. ત્યારપછી ભાઈ અને પાડોશીની મદદથી મૃતદેહને નદી કિનારે દાટી દીધો હતો. તેની પત્નીને પણ ધમકી આપી હતી કે, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. જ્યારે પત્નીના પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો - વેસ્ટ ઝોનની બેઠકમાં ઉપસ્થિત રહેવા કેન્દ્રિય ગૃહપ્રધાન પહોંચ્યા દિવ, મહારાષ્ટ્રના CM ગેરહાજર
બાપે કરી દિકરાની હત્યા - મહુલા બગીચા ગામનો રહેવાસી બાળક લકી શનિવારે ઘરની પાસે બકરી ચરાવી રહ્યો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં લુડો ગેમ રમી રહ્યો હતો. જ્યારે તેના પિતા જીતેન્દ્રએ તેને લુડો રમતા જોયો તો તેણે તેને જોરથી માર માર્યો હતો. આ પછી તે તેને ઘરે લઈ ગયો અને રૂમમાં બંધ કરી દીધો હતો. રાત્રે લગભગ 9.30 કલાકે બંધ રૂમમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. જીતેન્દ્રએ પત્ની બબીતાને આ વાત કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી ભાઈ ઉપેન્દ્ર અને પાડોશી રામજનમની મદદથી બાળકના મૃતદેહને બોરીમાં ભરીને મહુલા દેવાર ગામે ઘાઘરા નદીના કિનારે દાટી દીધો હતો.
આ પણ વાંચો -શ્રીનગરના બારામુલ્લા હાઈવે પર IED મળી આવ્યો