કેલિફોર્નિયાઃએલોન મસ્કે ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યા બાદ કંપનીનું બોર્ડ વિસર્જન (Elon Musk also fired Twitter board of directors) કર્યું હતું. મસ્કે સોમવારે બોર્ડના વિસર્જનની જાહેરાત કરી હતી. હવે તે ટ્વિટરનો એકમાત્ર ડિરેક્ટર બની ગયો છે. મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલા ઘણા ફેરફારોમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિસર્જન (Twitter board dissolved) પણ છે.
એલન મસ્ક પોતે તેનું સંચાલન સંભાળશે: સોમવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના ફાઇલિંગ અનુસાર, એલોન મસ્ક ટ્વિટરનાએકમાત્ર ડિરેક્ટર (Elon Musk became the sole director of Twitter) બન્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થવાને બદલે એલન મસ્ક પોતે તેનું સંચાલન સંભાળશે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. આમાં મુખ્યત્વે કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલ, સીએફઓ સેગલ અને કાનૂની બાબતો-પોલીસી હેડ વિજયા ગડ્ડે સહિત કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનો સમાવેશ થાય છે.