- સીએમ યોગીની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- સીએમ યોગી આદિત્યનાથ મેરઠની કૃષિ યુનિવર્સિટીમાં કાર્યક્રમ
- મેરઠના સિટી રેલવે સ્ટેશન પર એક ધમકીભર્યો પત્ર મળ્યો
મેરઠઃ 11 નવેમ્બરે પ્રસ્તાવિત મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશન(Meerut railway station)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ટેશન માસ્તરને ટપાલ દ્વારા પત્ર મળ્યો છે, પત્ર મળ્યા બાદ રેલવે અધિકારીઓએ મોડી રાત્રે ચેકીંગ કર્યું હતું. ત્યારે પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સ્ટેશન માસ્ટરને પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યો
11 નવેમ્બરે મેરઠમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) મુલાકાત પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં પ્રવાસ પહેલા મેરઠના સિટી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલો મેરઠના સિટી રેલવે સ્ટેશનનો છે. જ્યાં સ્ટેશન માસ્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં મેરઠ સિટી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.