- મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં લાગે
- મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખાત્રી આપી
- લોકડાઉનથી નાણાંકીય સ્થિતિ વધુ ખરાબ થશે
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, કોરોના સામે એક થઈને જ લડવું પડશે. લોકડાઉનથી નાણાંકીય સ્થિતિ વધુ ખરાબ થશે.
કોરોના વાઈરસ માટે 500 લેબ્સમાં પરીક્ષણ કરી શકાય છે
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આપણે કોરોના સાથે ધિરજથી લડવું પડશે. આજે, કોરોના વાઈરસ માટે 500 લેબ્સમાં પરીક્ષણ કરી શકાય છે. જ્યારે કોરોના વાઈરસ ફેલાવવાનો શરૂ થયો હતો, ત્યારે રાજ્યમાં ફક્ત બે જ લેબ્સ હતી.
આ પણ વાંચો :દેશમાં અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
મહામારી આપણી કસોટી લઈ રહી છે
ઠાકરેએ જણાવ્યું કે, લોકો અત્યંત બેદરકાર બની ગયા છે. મહામારી આપણી કસોટી લઈ રહી છે. મહારાષ્ટ્રમાં લગ્નોમાં વધુ ભીડ જોવા મળી રહી છે. જેને કારણે પણ કોરોના વાઈરસનો વધુ ફેલાઈ રહ્યો છે. જો આ ચાલુ રહેશે, તો લોકડાઉન લગાવવા વિશે વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચો :એક અઠવાડિયા અગાઉ કોરોના સંક્રમિત થયેલા સચિન તેંડુલકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
રસીકરણ પછી પણ લોકો કોરોના પોઝિટિવ આવી શકે છે
મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં 65 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી 3 લાખ લોકોનું રસીકરણ ગુરુવારે થયું છે. રસીકરણ પછી પણ લોકો કોરોના પોઝિટિવ આવી શકે છે. કારણ કે તે બેદરકારી દાખવે છે અને માસ્ક પણ પહેરતા નથી.
રાજ્યમાં કુલ 54,898 લોકોનાં મોત થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં જ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 24,33,368 છે. જ્યારે રાજ્યમાં કુલ 54,898 લોકોનાં મોત થયા છે.