ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન ઉદ્ધવે અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ માટે સમિતિની રચના કરી - kailash chandiwal

પરમબીર સિંહે ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે તેની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

મુખ્યપ્રધાન ઉદ્ધવે અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ માટે સમિતિની રચના કરી
મુખ્યપ્રધાન ઉદ્ધવે અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ માટે સમિતિની રચના કરી

By

Published : Mar 31, 2021, 8:11 AM IST

  • અનિલ દેશમુખ વિરુદ્ધ પૂર્વ કમિશનર પરમબીર સિંહે કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે
  • મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
  • આ સમિતિ છ મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરશે

મુંબઇ:ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ પૂર્વ કમિશનર પરમબીર સિંહે કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ છ મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરશે.

સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ કૈલાસ ચંડીવાલ કરશે

આ સમિતિ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર પરમબીરસિંહે કરેલા આક્ષેપોની તપાસ કરશે. આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ કૈલાસ ચંડીવાલ કરશે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે.

સચિન વાજેને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે નિશાન બનાવ્યું હોવાનો આક્ષેપ

નોંધપાત્ર વાત એ છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોવાળી કારની શોધ અને તેના માલિક મનસુખ હિરેનની હત્યામાં પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવ્યા હતા. દેશમુખે સચિન વાજેને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે નિશાન બનાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ભીડેએ સિંહ વિરુદ્ધ તપાસની અપીલ પણ કરી હતી

અગાઉ મુંબઈના એક શિક્ષકે દુષ્કર્મની સ્વતંત્ર તપાસ માટે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. દેશમુખ ઉપર લગાવેલા આક્ષેપોની તપાસ દિશામાન કરવા વિનંતી કરી હતી. ભીડેએ સિંહ વિરુદ્ધ તપાસની અપીલ પણ કરી હતી.

હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને તપાસના આદેશ આપવા માટે અપીલ કરવામાં આવી

ભીડેએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમણે દેશમુખ અને સિંહ વચ્ચેની વાતચીત સાંભળી છે અને દાવો કર્યો છે કે તે નિશ્ચિત છે કે તેમાંથી કોઈ દોષી છે કે સત્ય કહેતો નથી. હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને તપાસના આદેશ આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પરમબીર-દેશમુખ પ્રકરણ અંગે પ્રહારો કર્યા

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પરમબીર-દેશમુખ પ્રકરણ અંગે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યપાલને પત્ર લખીને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના ગૃહ પ્રધાને સચિન વાઝેને એક મહિનામાં 100 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો:પરમબીર-દેશમુખ કેસ: કેન્દ્રિય પ્રધાનનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનો કેટલો?

આ ભ્રષ્ટાચાર નહી પરંતુ ઓપરેશન લૂંટ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ પ્રકરણથી એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. જો મુંબઈમાંથી જ 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ હતો. તેથી કૃપા કરીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને કહો કે આખા મહારાષ્ટ્રનો ટાર્ગેટ જણાવે? જો એક પ્રધાનનું લક્ષ્ય 100 કરોડ હતું, તો અન્ય પ્રધાનોનો ટાર્ગેટ શું હતો? તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકરણને ભ્રષ્ટાચાર નહી પરંતુ ઓપરેશન લૂંટ કહેવામાં આવે છે.

હું શરદ પવારને પણ બ્રીફ કરતો હતો: પરમબીર સિંહ

પૂર્વ કમિશનર પરમબીર સિંહે કહ્યું હતું કે, હું શરદ પવારને પણ બ્રીફ કરતો હતો. શરદ પવાર મહારાષ્ટ્ર સરકારનો ભાગ નથી તો એક પોલીસ કમિશનર તેમને શા માટે બ્રીફ કરી રહ્યા હતા અને તેમણે એમ પણ કહ્યું હતું કે, પૈસાની માગ કરવામાં આવી રહી છે. તો શરદ પવારે આ અંગે શું કાર્યવાહી કરી?'

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે રમબીર સિંહની બદલીને રૂટિન ટ્રાન્સફર ગણાવી હતી

મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્ર સરકારે જવાબ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, સિંહનો પત્ર એક અલગ ઇ-મેઇલ સરનામાં દ્વારા મળ્યો હતો. તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી મેઈલ આવ્યો નથી. પત્ર પર તેની સહી પણ નથી. નવું ઇ-મેઇલ સરનામું તપાસવાની જરૂર છે. તેથી ગૃહ મંત્રાલય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો:પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર, તેની તપાસ થશે: મહારાષ્ટ્ર CM કચેરી

પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર

અગાઉ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો છે કે, પ્રધાન અને તેમની ટીમના સભ્યે સચિન વાજેને બાર અને હુક્કા પાર્લરો પાસેથી દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનું કહ્યું છે.

પરમવીર સિંહે દેશમુખની ટિપ્પણી પર કર્યા આકરા પ્રહારો

સિંહે દેશમુખની ટિપ્પણી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે સિંહની બદલી વહીવટી હેતુ માટે નહીં પરંતુ તેમની ટીમે 'અક્ષમ્ય ભૂલ' માટે કરી હતી. મુંબઈના ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને આઠ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details