- છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસો 10 હજારથી વધુ નોંધાયા
- મુખ્યપ્રધાને અધિકારીઓ સાથે બેઠક યોજી
- 45 દિવસમાં 120 દર્દીના થયા મોત
સિમલા: દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની વચ્ચે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, 16 એપ્રિલથી પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી હિમાચલ પ્રદેશ આવતા લોકોને તેમની સાથે 72 કલાકનો RTPCR ટેસ્ટનો રીપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ
ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન
છેલ્લા 45 દિવસમાં હિમાચલ પ્રદેશમાં 10,690 નવા કોરોના વાઇરસના કેસો નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 45 દિવસમાં રાજ્યમાં 120 કોરોના વાઇરસ દર્દીઓનું પણ મોત નીપજ્યું છે. આવી સ્થિતિમાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આરોગ્ય વિભાગને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ તરફ ધ્યાન આપવા સૂચના આપી છે. ઉપરાંત કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે તેવા વિસ્તારોમાં માઇક્રો-કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે પણ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓ માટે વધુ પલંગ બનાવવા જણાવ્યું છે.
નિયમોનું પાલન કરો
કોરોના વાઇરસથી ઉદ્ભવેલી પરિસ્થિતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહેલા મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારે પ્રવાસીઓને રાજ્યમાં આવવાની મંજૂરી આપી છે પરંતુ કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનો હોટેલના માલિકો અને પ્રવાસીઓએ પાલન કરવું પડશે.