મુંબઈઃએકનાથ શિંદે શુક્રવારે અચાનક દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીમાં મોનસુન સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય વિધાનમંડળનું પહેલું અઠવાડિયું આવતી કાલે પૂર્ણ થયું હતું. એ પછી તેઓ અચાનક મુંબઈથી દિલ્હી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિંદે પોતાના કોઈ વ્યક્તિગત કામથી દિલ્હી ગયા છે. પણ સુત્રો જણાવે છએ કે, તેઓ ભાજપના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. પણ તેઓ ક્યા નેતાઓને મળે છે એ નક્કી નથી. તારીખ 18 જુલાઈના રોજ એકનાથ શિંદે તથા અજીત પવાર ભાજપ તરફથી આયોજીત NDAની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા.
મુંબઈ પરતઃઆ બેઠક બાદ બન્ને પ્રધાન મુંબઈમાં પરત આવી ગયા હતા. અજીત પવારે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અડધો કલાક સુધી વાતચીત કરી હતી. આ મુલાકાતથી શિંદે જુથમાં અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચામાં છે. એક ચર્ચા એવી પણ છે કે, દિલ્હીના નેતાઓએ એમને ફરીવાર દિલ્હી બોલાવ્યા છે. એક વર્ષથી અટકેલા કેબિનેટ વિસ્તરણથી નારાજ, શિંદે જૂથના ધારાસભ્યો અજિત પવારના સત્તામાં જોડાવાથી વધુ નારાજ છે. અજિત પવારના 9 ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે શિંદે જૂથના ધારાસભ્યો માટે આગમાં બળતણ ઉમેરવા જેવું છે.