ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, વાંધાજનક નિવેદન આપવાનો આરોપ - છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે એક વર્ગ વિશેષ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને રાયપુરમાં તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના અનુસંધાને આજે મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ

By

Published : Sep 7, 2021, 4:41 PM IST

  • છત્તીસગઢના મુખ્યપ્રધાનના પિતાની ધરપકડ
  • વર્ગ વિશેષ ટિપ્પણી કરતા કરાઈ હતી ફરિયાદ
  • સામાજિક દ્વેષભાવ ઉભો થાય તેવી કરી હતી ટિપ્પણી

ન્યૂઝ ડેસ્ક: છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ વિરૂદ્દ સર્વ બ્રાહ્મણ સમાજ દ્વારા નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં આજે મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં તેમની સામે સામાજિક દ્વેષભાવ ઉભો કરવાનો અને સમુદાયો વચ્ચે દુશ્મની અને નફરતની ભાવના ઉભી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અમારી સરકારમાં મુખ્યપ્રધાનના 86 વર્ષીય પિતા પણ કાયદાથી ઉપર નથી: ભૂપેશ બઘેલ

પિતાના નિવેદનને લઈને ખળભળાટ મચતા છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, મારા પિતા અને મારી વચ્ચે રાજનૈતિક વિચારો અને માન્યતાઓને લઈને શરૂઆતથી જ મતભેદ છે. પુત્ર તરીકે હું તેમનું સન્માન કરુ છું, પરંતુ મુખ્યપ્રધાન તરીકે સામાજિક વ્યવસ્થાને બગાડતી તેમની કોઈ પણ ભૂલને માફ કરી શકાય તેમ નથી. અમારી સરકારમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, ભલે તે મુખ્યપ્રધાનના 86 વર્ષીય પિતા કેમ ન હોય.

ABOUT THE AUTHOR

...view details