હૈદરાબાદ:દહેજ કે પ્રેમપ્રકરણના કારણે લગ્નમાં અડચણ આવવાની ઘણી ઘટનાઓ તમે સાંભળી હશે, પરંતુ ચિકનને કારણે લગ્ન અટક્યા હોવાની વાત તમે ભાગ્યે જ સાંભળી હશે.(Chicken was not served to the wedding party) આવી જ એક ઘટના સોમવારે સવારે હૈદરાબાદના શાહપુરનગરમાં બની હતી. અહિે લગ્ન અટકાવવામાં આવ્યા હતા કારણ કે વરરાજાના મિત્રોને ચિકન પીરસવામાં આવ્યું ન હતું.
શાકાહારી વાનગીઓ:જગદગિરિગુટ્ટા રિંગબસ્તીના યુવકના લગ્ન કુતુલ્લાપુરની યુવતી સાથે નક્કી થયા હતા. (groom threatened to break the marriage)સોમવારે લગ્ન થવાના હતા. આ પહેલા રવિવારે રાત્રે શાપુરનગર સ્થિત એક ઓડિટોરિયમમાં દુલ્હન વતી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા મૂળ બિહારના મારવાડી પરિવારની હોવાથી ભોજન સમારંભમાં શાકાહારી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.