રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દરેક એક્ઝિટ પોલની પોલ ખોલી નાંખી છે. ચૂંટણી દરમિયાન જે રીતે જનતાએ શાંતિથી મતદાન કર્યુ તે મુજબના જ પરિણામ આવ્યા છે. કૉંગ્રેસનું રાજ બહુ જ શાંતિથી છત્તીસગઢમાંથી જતું રહ્યું છે. ભાજપે શા માટે કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી. જાણો વિગતવાર
21 બેઠકોના ઉમેદવારની વહેલા જાહેરાતઃ ભાજપે પ્રથમવાર ચૂંટણીની તારીખો અને મેનિફેસ્ટો જાહેર થાય તે પહેલા 21 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. કૉંગ્રેસે ભાજપની આ જાહેરાતને હથિયાર મુકી દીધા છે તેમ ગણાવી હતી. જો કે ભાજપનું પ્લાનિંગ કંઈક અલગ જ હતું. ભાજપે ઉમેદવારોની જાહેરાત વહેલા કરીને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ત્રણ મહિના જેટલો સમય આપ્યો હતો. આ ઉમેદવારો તત્કાલીન સરકાર વિરુદ્ધ જનતામાં પ્રચાર પ્રસાર કરી શકે. ભાજપના જે ઉમેદવારોને કોઈ ઓળખતું નહતું તે ઓ બેકે તેથી વધુ વાર જનતામાં પ્રચાર કરી શક્યા. છત્તીસગઢમાં કાઉન્ટિંગ શરુ થયું ત્યારે શરુઆતી રુઝાન ભાજપ તરફી રહ્યું હતું. 21માંથી 10 બેઠકો પર ભાજપને જીત મળી ચૂકી હતી. 21 બેઠકોમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ સિવાય પ્રદેશના દિગ્ગજ પ્રધાનો સામે પણ ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
મહિલા સુરક્ષા માટે ભાજપની આક્રામકતાઃ છત્તીસગઢમાં જ્યારે ચૂંટણી પ્રચાર શરુ થયો ત્યારથી ભાજપ મહિલા સુરક્ષાને લઈને પઝેસિવ હતું. દીકરીઓ પર બળાત્કાર, રાજધાની રાયપુરમાં એસપી કાર્યાલય નીચે દુષ્કર્મ, નવા રાયપુરમાં ગેંગરેપ અને બસ્તરમાં પોટાકેબિનમાં બાળકીઓ સાથે રેપના મુદ્દે ભાજપે ખૂબ જ આક્રામકતા દેખાડી હતી. પ્રદેશના દરેક વિસ્તારમાં રેપના અનેક મામલામાં આરોપી કૉંગ્રેસ સંગઠના સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. ભાજપે આ મુદ્દો જનતા સમક્ષ રજૂ કર્યો હતો. ભાજપના મહિલા કાર્યકરોએ લોકોને ઘરે ઘરે જઈને જણાવ્યું કે કૉંગ્રેસ રાજમાં મહિલા અને દીકરીઓ સુરક્ષિત નથી.
મહતારી વંદન યોજનાઃ ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વખતે મહતારી વંદન યોજનાને સ્થાન આપ્યું. જેના લીધે મહિલાઓ ભાજપ તરફ આકર્ષાઈ હતી. આ યોજનાના ફોર્મ દરેક વિધાનસભા વિસ્તારમાં ભરવામાં આવ્યા હતા. કૉંગ્રેસ ભાજપની આ યોજનાના જવાબમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે હાંફળા ફાંફળા થઈને દિવાળીના દિવસે ગૃહલક્ષ્મી યોજનાની જાહેરાત કરી. જો કે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. સામા તહેવારે જનતાએ આ યોજના પ્રત્યે કોઈ ખાસ રુચિ દર્શાવી નહીં. બીજા તબક્કાના મતદાનમાં 70 બેઠકો પર ભાજપની મહતારી વંદન યોજનાની મોટી અસર જોવા મળી.