ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kanker Massive Road Accident: છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 7 બાળકોના કરુણ મોત - Kanker Massive Road Accident

કાંકેરના કોરેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ઓટોને ટ્રકે અડફેટે લીધી હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે. જો કે એક બાળક ઘાયલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને મૃતદેહો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Kanker Massive Road Accident
Kanker Massive Road Accident

By

Published : Feb 10, 2023, 10:05 AM IST

કાંકેર: છત્તીસગઢ કાંકેરના કોરેર પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ઓટોને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓટોમાં 8 બાળકો હતા. આ મામલો કોરેર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલા 2 બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

કેવી રીતે થયો અકસ્માત?: કોરેર પોલીસ સ્ટેશન હેઠળ શાળામાં રજા બાદ 8 બાળકો ઓટોમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન આયુષ સેન્ટર કોરેર પાસે એક ઝડપી ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના એટલી જબરદસ્ત હતી કે ઓટોના પરચા ઉડી ગયા. ઘટનાસ્થળે જ બે બાળકોના મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલ બાળકો સાથે ઓટો ડ્રાઈવરને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

દુર્ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર: આ ઘટનામાં હવે મૃતક સ્કૂલના વિદ્યાર્થીની સંખ્યા 7 થઈ ગઈ છે. ડોક્ટરોનું કહેવું છે કે, ઓટો ડ્રાઈવરની સ્થિતી નાજૂક છે. જો કે, ઓટોમાં કુલ કેટલા બાળકો હતા, તેની વિગતો જાણવા મળી નથી. તો વળી ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. આ તમામ બાળકો પ્રાઈવેટ સ્કૂલના હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોGyanvapi Case: કબર પર ઉર્સ અને ચાદર ચઢાવવાની અરજી કોર્ટે સ્વીકારી

સીએમ ભૂપેશે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યોઃસીએમ ભૂપેશ બઘેલે કાંકેરમાં થયેલા આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભૂપેશે કહ્યું છે કે "કાંકેર જિલ્લાના કોરેર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે થયેલા અકસ્માતમાં શાળાના બાળકોના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. બાળકો પણ ગંભીર રીતે ઘાયલ છે. તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ છે." ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને તમામ શક્ય મદદ કરવા સૂચના આપવામાં આવી છે."

આ પણ વાંચોVadodara Crime : 1.68 લાખનો વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ ઝડપ્યા, બે વોન્ટેડ

ડિસેમ્બરમાં સર્જાયો હતો અકસ્માત: છતીસગઢ કવર્ધા જિલ્લાના પંડારિયા બજાગ માર્ગ પર પોલમી પાસે (Big road accident in Kawardha)50 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 4 લોકોનાં મોત થયાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થયા છે. જ્યારે એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ છે. મોડી રાત્રે પ્રયાગરાજથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details