- સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ
- એન્કાઉન્ટર દરમિયાન 31 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે
- બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહિ
છત્તીસગઢ : રાયપુરના બીજપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ થયા છે અને 31 સૈનિકો ઇજાગ્રસ્ત છે તથા 21 સૈનિકો લાપતા છે. જોકે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ એન્કાઉન્ટર બીજપુરના ટેરેમના જોનાનાગુડામાં થયું હતું. ઇજાગ્રસ્ત સૈનિકોને રાયપુર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 7 ઇજાગ્રસ્ત સૈનિકોની સારવાર રાયપુરમાં થઇ રહી છે અને તેઓ ખતરામાંથી બહાર છે. STF, DGR અને CRPFના જવાનો શનિવારે નક્સલી ઓપરેશન માટે રવાના થયા હતા. આ દરમિયાન એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર લગભગ ત્રણ કલાક ચાલ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહિ. વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું કે, મારી સંવેદના છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડતા શહીદ થયેલા સૈનિકોના પરિવાર સાથે છે. બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહિ. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂં છું.
છત્તીસગઢના મુખ્યપ્રધાને શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું કે, તેઓ શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સૈનિકોની શહાદત વ્યર્થ નહિ જાય. મુખ્યપ્રધાન બઘેલના જણાવ્યા અનુસાર, તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી છે. CRPFના ડીજીને પણ મોકલવામાં આવી રહ્યા છે. આ સંયુક્ત કામગીરી થઇ રહી છે. શોધખોળ દરમિયાન આ ઘટના બની હતી. તેઓ સાંજ સુધીમાં છત્તીસગઢ પહોંચશે.