છત્તીસગઢ : જાંજગીર ચાંપામાં એક ચકચારી ઘટના બની છે. 31 જુલાઈની સાંજે એક જ પરિવારના 4 સભ્યોના લોહીથી લથપથ મૃતદેહ જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ બાદ જે ખુલાસો થયો તે સાંભળીને સૌ દંગ રહી ગયા હતા.
પાગલ પતિ : પાગલ પતિએ પત્ની અને 3 દીકરીઓની કરી હત્યા કર્યાનો આ મામલો દેવરી ગામના પંટોરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતા દેશરાજ કશ્યપે તેની 40 વર્ષીય પત્ની મુંગરા બાઈ, 16 વર્ષની પુત્રી પૂજા, 10 વર્ષની પીહુ અને 6 વર્ષની પુત્રી યચનાને પાવડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. પોતાના જ ઘરમાં આ ચકચારી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બહારથી દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો હતો.
પડોશીઓએ જોયા 4 મૃતદેહ : છેલ્લીવાર સોમવારે સાંજે પડોશીઓએ પરિવારના સભ્યોને જોયા હતા. ઘર બહારથી તાળું મારી બંધ હોવાથી લોકોને લાગ્યું કે આખો પરિવાર ક્યાંક બહાર ગયો છે. પરંતુ મંગળવારની બપોર સુધી પણ પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા નહી. ઉપરાંત ઘર નજીકથી દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારે ગ્રામજનોએ ઘરનો દરવાજો બહારથી ખોલ્યો હતો. આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરની અંદર રુમમાં લોહીથી લથપથ ચાર મૃતદેહ પડ્યા હતા.
પોલીસ તપાસ :આ ઘટનાની ખબર સરપંચ સુધી પહોંચી હતી. ગામના સરપંચે પંટોરા પોલીસને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. પોલીસ અને એફએસએલની ટીમ ગામમાં પહોંચી હતી. ઘટનાસ્થળે જઈને મૃતદેહોનો કબજો લીધા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પૂછપરછ દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે, આ મકાનમાં રહેતો દેશરાજ કશ્યપ માનસિક રોગી છે. છેલ્લા 10 વર્ષથી બિલાસપુરમાં તેની સારવાર ચાલી રહી છે. જે હાલમાં ઘરેથી ગુમ છે.
- Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ
- Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ