જયપુર(રાજસ્થાન): રાજધાનીમાં નોકરીની શોધમાં આવેલી છત્તીસગઢની એક યુવતી સાથેગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જયપુરમાં એક પરિચિત યુવક તેના મિત્રો સાથે યુવતીને હોટલમાં લઈ ગયો અને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ગેંગરેપ કેસમાં પ્રતાપ નગર પોલીસ સ્ટેશને એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધ ચાલુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
નોકરીની શોધમાં જયપુર આવીઃપ્રતાપ નગર પોલીસ સ્ટેશન (Pratap Nagar Police Station) ઓફિસર ભજનલાલના જણાવ્યા અનુસાર, 18 વર્ષની પીડિત યુવતી છત્તીસગઢની છે. પીડિતાએ શનિવારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. પીડિત યુવતીના રિપોર્ટ મુજબ તે લગભગ બે મહિના પહેલા નોકરીની શોધમાં છત્તીસગઢથી જયપુર આવી હતી. જયપુરના રેલવે સ્ટેશન પર શેખર નામનો છોકરો મળ્યો. વાતચીત દરમિયાન બંને સારી રીતે ઓળખાઈ ગયા હતા. આ દરમિયાન આરોપીએ યુવતીને પોતાની વાતમાં ફસાવીને તેના પર દુષ્ક્રર્મ કર્યું હતું.