ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 2:06 PM IST

ETV Bharat / bharat

Chhattisgarh Election : છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહે કરી મતદાન તારીખ બદલવાની માગ, કઇ તારીખ બદલવા ચૂંટણી પંચને કહ્યું જૂઓ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની તારીખોને કારણે ભાજપ અને બીજી કોંગ્રેસ મુશ્કેલીમાં છે. ટીએસ સિંહદેવ અને હવે પછી છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહે મતદાન તારીખ બદલવાની માગ કરી છે. રમણસિંહે કઇ તારીખ બદલવા ચૂંટણી પંચને કહ્યું જૂઓ.

Chhattisgarh Election : છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહે કરી મતદાન તારીખ બદલવાની માગ, કઇ તારીખ બદલવા ચૂંટણી પંચને કહ્યું જૂઓ
Chhattisgarh Election : છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહે કરી મતદાન તારીખ બદલવાની માગ, કઇ તારીખ બદલવા ચૂંટણી પંચને કહ્યું જૂઓ

રાયપુર : તાજેતરમાં જ છત્તીસગઢના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે છત્તીસગઢમાં ઓછા મતદાનની ટકાવારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહ પણ આ બાબતે ચિંતા કરતાં જોવા મળ્યાં છે. રમણસિંહે આ માટે ચૂંટણી પંચને અપીલ કરી છે.

રમણ સિંહની ચૂંટણી પંચ પાસે માગણી : છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહે ચૂંટણી પંચને બીજા તબક્કાના મતદાનની તારીખ લંબાવવાની વિનંતી કરી છે. રમણસિંહે ટ્વીટ કરીને કહ્યું કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો તારીખ 17 નવેમ્બરના રોજ આવે છે. મુશ્કેલી એ છે કે આ સમય દરમિયાન છઠ પૂજાના તહેવારને કારણે મોટી સંખ્યામાં મતદારો આ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની શકશે નહીં. હું ચૂંટણી પંચને વિનંતી કરું છું કે કૃપા કરીને બીજા તબક્કાના મતદાનની તારીખ આગળ લંબાવવામાં આવે. જેથી વધુમાં વધુ મતદારો આ ચૂંટણીની પ્રક્રિયામાં જોડાવા માટે અનુકૂળતા મેળવી શકે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

પહેલા તબક્કામાં ખાસ વાંધો નહીં પડે : ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કો 7મી નવેમ્બરે છે અને બીજો તબક્કો 17 નવેમ્બરે છે. પહેલા તબક્કાની મતદાન તારીખ 7 નવેમ્બર પહેલાંના સમયમાં નવરાત્રિ અને દશેરાના તહેવારના દિવસો છે. જોકે, તહેવાર અને પ્રથમ તબક્કા વચ્ચે વધુ સમય હોવાથી આ તબક્કામાં મતદાનની ટકાવારી પર કોઈ ખાસ અસર પડશે નહીં.

બીજા તબક્કાના મતદાનની તારીખ બદલવા માગણી : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી નવેમ્બરમાં યોજાવા જઇ રહી છે. પરંતુ બીજો તબક્કો દિવાળી પછીનો છે. આ સમયગાળા દરમિયાન, ગોવર્ધન પૂજા અને ભાઈબીજના તહેવારો પણ આવી રહ્યા છે. એમાં પણ બીજા તબક્કાનું મતદાન છઠની આસપાસ થશે જેના કારણે લોકો આ મહત્ત્વના સમયમાં ધાર્મિક કાર્યક્રમોને અગ્રતા આપશે. જેના કારણે મતદાનની ટકાવારી પર મોટી અસર પડી શકે છે.

  1. કૉંગ્રેસની રણનીતિ સહિત અનેક મુદ્દાને લઈ છત્તીસગઢના કેબિનેટ પ્રધાને ETV Bharat સાથે કરી ખાસ વાતચીત
  2. 'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે મેરેથોન બેઠક
  3. Assembly Elections 2023 Congress Candidate First List : છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ

ABOUT THE AUTHOR

...view details