- આંતરાજ્ય ઠગની ટોળકીની ધરપકડ
- સોનાની ચોરી કરતી હતી આ ટોળકી
- 5 સભ્યોની ધરપકડ કરી પોલીસે
દુર્ગ(છત્તીસઢ) : વિશ્વાસઘાત કરીને સોનુ ચોરી કરવા વાળા આંતરાજ્ય ઠગોની ટોળકીના 5 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. બધા આરોપી પશ્વિમ બંગાળના છે. આ લોકો મુંબઈ, રાજસ્થાન, બેંગ્લોરમાં લગભગ 3 કિલો સોનુ ચોરી ચુક્યા છે. ટોળકીનો માસ્ટમાઈન્ડ શુકુર અલી અને શેખ અકરમ છે. જે પોતાના સભ્યોને જાણકારી આપીને છેતરપીંડી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની લગડી, સોનાના દાગીના, મોબાઈલ, નકલી ઓળખપત્ર સહિત વિભિન્ન બેન્કના ATM કાર્ડ જપ્ત કર્યા છે.
આવી રીતે કરે છે ગુન્હો
પોલીસ તપાસમાં ટોળકીના માસ્ટર માઈન્ડ શુકુર અલીએ જણાવ્યું કે બધા સભ્યો નકલી ઓળખ પત્ર બનાવીને આભૂષણનો કારીગર બનાવીને શેહેરોમાં મોકલવામાં આવે છે તે બાદ તે સભ્ય તે જગ્યાની તમામ જાણકારી ટોળકીને આપે છે. આ ઓળખ પત્ર સાથે નક્સો પણ આપતા હતો જેના કારણે તેમના પર કોઈને શંકા ન થાય. ઘટના બાદ આ ટોળકી ગુજરાતના રાજકોટમાં તે સોનાને વેચી દેતા હતા. બધાને ભાગ મળ્યા બાદ તેઓ નવુ કામ શોધતા હતા. દુર્ગના બ્રાહ્મણ પારા સ્થિત રામકુષ્ણ સામંત સોનીની દુકાનમાં 15 જૂનના દિવસે પશ્વિમ બંગાળથી અઝહર શેખ નામનો વ્યક્તિ કારીગરી કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન 30 જૂને અઝહર દુકાનુ લોકર તોડી 800 ગ્રામ સોનુ ચોરી કરીને ભાગી ગયો હતો. પોલીસે આરોપીની તપાસ માટે 2 અલગ-અલગ ટીમ બનાવીને મુંબઈ અને ગુજરાત માટે રવાના કરી હતી. પોલીસે ગુજરાતમાંથી અઝહર શેખની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. જે બાદ અન્ય આરોપી શુકુર અલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી આરોપીઓની ધરપકડ મુંબઈથી કરવામાં આવી હતી.