- માત્ર એક રૂપિયો દાન લઈને હજારો બાળકોને કર્યા શિક્ષિત
- સીમા બાળકોને ગુડ ટચ બેડ ટચ લઈને અનેક કાનુની માહિતી પણ આપે છે
- સીમા વર્માએ છેલ્લા 5 વર્ષમાં 13 હજારથી વધુ શાળાના બાળકો શિક્ષણની સામગ્રી પૂરી પાડી
બિલાસપુર, છત્તીસગઢ :કોઈ મહાપુરૂષ કહી ગયા છે કે, "કોઈ પણ કાર્ય આસાન નથી હોતુ અને કોઈ પણ કામ અસંભવ પણ નથી હોતું, બસ એક કોશિશની જરૂર હોય છે." આ પંક્તિ બિલાસપુરની પુત્રી સીમા વર્મા પર યોગ્ય રીતે બેસે છે. સીમાએ બિલાસપુરમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.
બાળકો માટે સીમાએ કરી શિક્ષણ અને દીક્ષાની વ્યવસ્થા
આ અભિયાન ન માત્ર વિચરતા બાળકોને શિક્ષણ સાથે જોડી રહ્યું છે, પરંતુ તેમને સમાજમાં એક ઓળખ આપવામાં પણ મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં, હવે સમાજના મોટા દાતાઓ પણ આ અભિયાનમાં જોડાયા છે. સીમા આ અભિયાન સાથે સમાજના અગ્રણીઓ અને દાતાઓને પ્રોત્સાહિત કરી રહી છે અને ગરીબ બાળકોની શાળા ફી સાથે તેમના શિક્ષણ અને દીક્ષાની (Education Graduation) પણ વ્યવસ્થા કરી રહી છે. સીમાના આ અનોખા અભિયાનનું નામ છે "એક રૂપિયા મુહિમ". આ અંતર્ગત સીમા લોકો પાસેથી એક રૂપિયો લે છે અને તે આ દાનના પૈસા બાળકોની શાળાની ફી ઉપરાંત કોપી-બુક અને ગણવેશના રૂપમાં આપે છે.
5 વર્ષમાં 13 હજારથી વધુ બાળકોને લાભ મળ્યો
બિલાસપુરની કૌશલેન્દ્ર રાવ લો કોલેજમાં LLBના અંતિમ વર્ષની વિદ્યાર્થી સીમા વર્માએ છેલ્લા 5 વર્ષમાં 13 હજારથી વધુ શાળાના બાળકોને સ્ટેશનરીની સામગ્રી પૂરી પાડી છે. આ સાથે, 34 શાળાના બાળકોને તેમના દ્વારા સતત શિક્ષણનો લાભ આપવામાં આવી રહ્યો છે. બાળકોનું 12 માં ધોરણ સુધી શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી મદદ કરે છે. હાલમાં તે 50 બાળકોને મફત શિક્ષણ આપી રહી છે. આ ઉપરાંત ટ્યુશન પણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. મૂળ છત્તીસગઢના અંબિકાપુરની રહેવાસી સીમા, તેના અભ્યાસ સાથે તે એક રૂપિયા મુહિમ પણ ચલાવે છે. સીમા IPS ડાંગી અને તેની માતાને તેમના જીવનની પ્રેરણા માને છે. સીમા કહે છે કે, તે યુવાનોને પ્રેરિત કરવા માટે આ કામ કરે છે. તે બાળકોને ગુડ ટચ બેડ ટચ(Good Touch Bad Touch), પોક્સો એક્ટ, મૂળભૂત અધિકારો, બાળ લગ્ન, શિક્ષણનો અધિકાર અને બાળ મજૂરી વગેરે વિશે પણ માહિતી આપે છે.
વિકલાંગ મિત્રની સહાયથી મળી પ્રેરણા
"એક રૂપિયા મુહિમ" ની શરૂઆત વિશે સીમા જણાવે છે કે, તેની સાથે અભ્યાસ કરતી તેની એક મિત્ર સુનીતા યાદવ દિવ્યાંગ છે. તે ટ્રાયસિકલની મદદથી કોલેજ જતી હતી. સીમા તેને ઈલેક્ટ્રોનિક ટ્રાઈસાઈકલ આપવા માંગતી હતી. જેને લઈને સીમાએતેમના કોલેજના આચાર્ય સાથે વાત કરી હતી. આ બાદ તેમણે બજારમાં પણ માહિતી મેળવી હતી. સીમા કહે છે કે, તેના મનમાં પહેલેથી જ ચાલતું હતું કે તેની મિત્રને ગમે તેમ કરીને ઇલેક્ટ્રોનિક ટ્રાઇસાઇકલ અપાવવી છે, ભલે તે પછી વિદ્યાર્થીઓ પાસેથી દાન એકત્ર કરવાની જરૂર જ કેમ ન પડે, ત્યારે જ સીમાએ "એક રૂપિયા મુહિમ" શરૂ કર્યું. અને અનેક કઠિન મહેનત બાદ સીમાએ તેની સહેલીને ઇલેક્ટ્રોનિક ટ્રાઇસાઇકલ અપાવી.