ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MH News: છત્રપતિ સંભાજીનગરમાં પથ્થરમારા મામલે પોલીસે 400થી વધુ લોકો સામે નોંધ્યો ગુનો - બે જૂથો વચ્ચે અથડામણ થતાં હિંસા ફાટી

છત્રપતિ સંભાજીનગરમાં રામનવમીની તૈયારીઓ દરમિયાન કિરાડપુરાના રામ મંદિર વિસ્તારમાં બે જૂથો વચ્ચેના વિવાદને લઈને ભારે પથ્થરમારો શરૂ થયો હતો. ટોળાએ પોલીસના વાહનો સહિત ત્યાં હાજર વાહનોને આગ ચાંપી દીધી હતી. આ મામલામાં પોલીસ દ્વારા 400થી 500 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે 400થી વધુ લોકો સામે નોંધ્યો ગુનો
પોલીસે 400થી વધુ લોકો સામે નોંધ્યો ગુનો

By

Published : Mar 31, 2023, 4:39 PM IST

છત્રપતિ સંભાજીનગર (મહારાષ્ટ્ર): કિરાડપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસે 400થી 500 લોકો સામે કેસ નોંધ્યો છે. બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થતાં હિંસા ફાટી નીકળી હતી. દરમિયાન તોફાનીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત પોલીસ અને ખાનગી વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત

પોલીસે આઠ ટીમો બનાવી: પોલીસે બુધવારે રાત્રે રમખાણોના સંબંધમાં 400થી 500 લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે આઠ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. દરમિયાન પોલીસે કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. કિરાડપુરાના અશાંત વિસ્તારમાં ગુરુવાર રાતથી જ ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે.

શું હતી ઘટના: શહેરના કિરાડપુરા વિસ્તારમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે તોફાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર રામ મંદિર વિસ્તારમાં રામ નવમીની તૈયારીઓની પૃષ્ઠભૂમિમાં અજાણ્યા યુવકોના જૂથે અચાનક ઉત્સવની ઉજવણી કરવા આવેલા જૂથ પર પથ્થરમારો શરૂ કર્યો. ધીરે ધીરે ઘટનાએ ગંભીર વળાંક લીધો. પોલીસ અને ખાનગી વાહનો સહિત 13 કાર સળગાવી દેવામાં આવી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો:Incident In Indore Temple : MP મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35ના મોત

પક્ષ અને વિપક્ષી વચ્ચે આક્ષેપો: આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષી દળોએ આ મુદ્દે એકબીજા પર આક્ષેપો અને વળતા આક્ષેપો કર્યા છે. સાંસદ ઈમ્તિયાઝ જલીલે પોલીસ પર મોડા આવવાનો આરોપ લગાવ્યો. જેના પર પોલીસ કમિશનર ડો.નિખિલ ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે પોલીસે તોફાનીઓ સામે પૂરી ક્ષમતાથી લડત આપી હતી. તેમણે કહ્યું કે જો પોલીસે ઉતાવળમાં કાર્યવાહી કરી હોત તો વધુ નુકસાન થઈ શક્યું હોત.

For All Latest Updates

TAGGED:

MH News

ABOUT THE AUTHOR

...view details