- રફીકને 2014થી શોધી રહી હતી પોલીસ
- ચેન્નઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે છે સંબંધ
- રફીકે તેના સાથી સાથે મળીને 7.5 લાખ રૂપિયા અને 282 ગ્રામ સોનું લૂંટી લીધું હતું
ચેન્નઈ: ચેન્નઈ શહેરની પોલીસે આજે લૂંટના કેસમાં એક બદમાશની ધરપકડ કરી છે. તેનું નામ રફીક (38) છે. તપાસમાં બહાર આવ્યું છે કે, તેનો સંબંધ આતંકી સંગઠનો સાથે છે. પેરિયામેડુ પોલીસ સ્ટેશનની ટીમે ઝવેરી સ્ટોરના માલિક સુરજની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.
રફીકે તેના સાથી સાથે મળીને 7.5 લાખ રૂપિયા અને 282 ગ્રામ સોનું લૂંટી લીધું હતું
ફરિયાદ મુજબ, દુકાનમાંથી ઘરે પાછા ફરતી વખતે રફીકે તેના સાથી સાથે મળીને 7.5 લાખ રૂપિયા અને 282 ગ્રામ સોનું લૂંટી લીધું હતું. લૂંટાયેલી કિંમત 9 લાખ રૂપિયા હોવાનું જણાવાયું હતું.