ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દક્ષિણ ભારતની પ્રથમ વંદેભારત ટ્રેનની ટ્રાયલ થઈ, અનેક સેન્ટરને જોડશે - Schedule of Chennai Mysore Vande Bharat Express

ભારતીય રેલ્વેની સૌથી આધુનિક ટ્રેનોમાંની એક વંદે ભારત એક્સપ્રેસની પાંચમી ટ્રેનનું ટ્રાયલ રન (Vande Bharat Express news today) આજે પૂર્ણ થયું હતું, જે ચેન્નાઈ-મૈસુર વચ્ચે દોડશે. જાણો આ ટ્રેનમાં શું છે ખાસ. ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન આજથી શરૂ, 11 નવેમ્બરે PM કરશે ઔપચારિક લોન્ચ

ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન આજથી શરૂ, 11 નવેમ્બરે PM કરશે ઔપચારિક લોન્ચ
ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન આજથી શરૂ, 11 નવેમ્બરે PM કરશે ઔપચારિક લોન્ચ

By

Published : Nov 7, 2022, 1:03 PM IST

ચેન્નાઈ: વંદે ભારત એક્સપ્રેસની પાંચમી ટ્રેનની ટ્રાયલ આજથી શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈના એમજી રામચંદ્રન સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી દેશની 5મી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં આ દેશની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ સેવા હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 11 નવેમ્બરે ભારતીય રેલ્વેની પાંચમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી (PM flag off Chennai Mysore VandeBharat Exp nov11) બતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 11 નવેમ્બરના રોજ કર્ણાટકના પ્રવાસે હશે.

વંદે ભારતમાં શું છે ખાસ:દેશમાં દોડતી પાંચમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 16 કોચ હશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં સેલ્ફ પ્રોપેલ્ડ એન્જિન છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા સાથે એર કંડિશન ચેર કાર કોચ હશે. આ ટ્રેનની ટેક્નોલોજી ખૂબ જ હાઈ ટેક છે. આ ટ્રેનમાં બે ભાગ છે જેમાં ઇકોનોમી અને એક્ઝિક્યુટિવ ક્લાસ (Mysore Vande Bharat Express special feature) છે. અહેવાલો અનુસાર, આ ટ્રેનમાં એક સમયે 1128 મુસાફરો મુસાફરી કરી શકે છે. તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા અને જીપીએસ આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમની સાથે મુસાફરોના મનોરંજન માટે ઓનબોર્ડ હોટસ્પોટ વાઇ-ફાઇ સુવિધા પણ આ ટ્રેનમાં ઉપલબ્ધ છે. આ સિવાય બાયો-વેક્યુમ પ્રકારના શૌચાલય છે. એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરોને સાઇડ રિક્લાઇનર સીટો આપવામાં આવી રહી છે.

ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસનું શેડ્યૂલ: આ ટ્રેન ચેન્નાઈથી બેંગ્લોર અને ત્યાંથી મૈસૂર (Schedule of Chennai-Mysore Vande Bharat Express) જશે, કુલ 497 કિમીનું અંતર કાપશે. તે તેની મુસાફરી 6 કલાક 40 મિનિટમાં પૂર્ણ કરશે અને તેની સરેરાશ ઝડપ 74 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. આ ટ્રેન અઠવાડિયાના 7માંથી 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે. આ ટ્રેનના સ્ટોપ બેંગલુરુ અને કટપડી હશે.

ABOUT THE AUTHOR

...view details