ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kuno National Park : કુનો નેશનલ પાર્કમાં 'સૂરજ' આથમી ગયો, વધુ એક ચિત્તાનું મોત - સૂરજ નામનો નર ચિત્તો મૃત

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે વધુ એક ચિત્તાના મોતના સમાચાર આવ્યા હતાં. કુનો અભયારણ્યમાંથી સૂરજ નામનો નર ચિત્તો મૃત હાલતમાં મળી આવ્યો છે. 25 જૂને દક્ષિણ આફ્રિકાથી લાવીને સૂરજ નામના આ નર ચિત્તાને ઘેરા જંગલમાં છોડવામાં આવ્યો હતો.

Kuno National Park : કુનો નેશનલ પાર્કમાં 'સૂરજ' આથમી ગયો, વધુ એક ચિત્તાનું મોત
Kuno National Park : કુનો નેશનલ પાર્કમાં 'સૂરજ' આથમી ગયો, વધુ એક ચિત્તાનું મોત

By

Published : Jul 14, 2023, 6:24 PM IST

ગ્વાલિયર : મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે ફરી કુનો અભયારણ્યના જંગલમાંથી સૂરજ નામનો નર ચિત્તો મૃત હાલતમાં મળી આવ્યો છે. આચિત્તાને મોટા પ્રમાણમાં ફેલાયેલા જંગલમાં છોડવામાં આવ્યો હતો અને આજે વન વિભાગના અધિકારીઓને આ નર ચિત્તો સૂરજ જંગલમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જ ખબર પડશે કે તેનું મોત કયા કારણથી થયું છે..

બેદરકારીના આક્ષેપો : મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુનો સિલસિલો થોભવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધીમાં અભયારણ્યમાં કુલ 5 પુખ્ત અને ત્રણ બાળ ચિત્તાના મોત થયા છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે આ પ્રાણીઓં આટલી જલદી મોતને કેમ ભેટી રહ્યાં છેે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વનવિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. દર વખતની જેમ મેનેજમેન્ટ પર બેદરકારીના આક્ષેપો તો થઈ રહ્યા છે, પરંતુ દર વખતની જેમ તેની અવગણના કરવામાં આવે છે.

આ કારણે થયો ઇજાગ્રસ્ત : જણાવી દઈએ કે તાજેતરમાં જ 11 જુલાઈના રોજ તેજસ નામના ચિત્તાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેજસ જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે તેના ગળા પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતાં. જ્યારે તેજસના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેજસને શારીરિક સંબંધ દરમિયાન ઈજા થઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે શારીરિક સંબંધ દરમિયાન માદા ચિતા અને તેજસ વચ્ચે લડાઈ થઈ હતી. તેજસને આ લડાઇમાં ઈજા થઇ અને સારવાર મળે તે પહેલાં મૃત્યુ પામ્યો.

કુલ 8 ચિત્તા મૃત્યુ પામ્યા : સરકારથી લઈને વનવિભાગ સુધીના વરિષ્ઠ અધિકારીઓ કુનો અભયારણ્યમાં સતત થઈ રહેલા મૃત્યુને લઈને ચિંતિત છે. કારણ કે અભયારણ્યમાં એક પછી એક ચિત્તા મરી રહ્યા છે. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 8 ચિત્તા મૃત્યુ પામ્યા છે, જેમાંથી 5 પુખ્ત વયના છે. અને ત્રણ બાળ ચિત્તાનો સમાવેશ થાય છે.

  1. કાળિયાર અભયારણ્યમાં ચિત્તા લાવવા રજવાડાની ટકોર, યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીત
  2. PM મોદીએ ચિત્તા મિત્રો સાથે કર્યો સંવાદ, આપી આ મહત્વની ટીપ્સ
  3. નામિબિયાથી ચિત્તાઓ સાથે આવતા નિષ્ણાતોએ જણાવ્યું કે, 'ચિત્તા ભારત માટે કેટલા યોગ્ય છે'

ABOUT THE AUTHOR

...view details