ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 15 October: આજનું રાશિફળ, કન્યા રાશિના જાતકોને થશે આ લાભ અને મિન રાશિના યોગ છે ખરાબ - undefined

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

Horoscope for the Day 15 October
Horoscope for the Day 15 October

By

Published : Oct 15, 2022, 5:09 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES:આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્‍ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્‍માતથી સંભાળવાની ચેતવણી આપવામાં આવે છે. કાર્યબોજથી થાક અનુભવાય.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર આપને આનંદવિભોર કરી દેશે. અગર આપ વિદેશ જવાની પેરવીમાં હશો તો આપના માટે તકો ઉભી થાય. લાંબા અંતરની મુસાફરી કરવાનો પ્રસંગ ઉભો થાય. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કાર્યનું ભારણ વધારે રહે. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. કોઇ પ્રકારના અનિષ્‍ટને ટાળવા માટે આજે ક્રોધની લાગણીને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીને રોગોપચાર માટે નવી સારવાર કે ઓપરેશન કરાવવા માટે અનુકૂળ દિવસ નથી. ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ અનુભવાય. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે વર્તન સૌમ્ય રાખવું અને દરેકને આદર આપવો. આરોગ્‍યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. ઇશ્વરની પ્રાર્થના, તેમજ જાપ કરવાથી હળવાશ અનુભવશો.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજના દિવસે મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્‍યાપચ્‍યા રહેશો. મિત્રો, પરિવાર સાથે મનોરંજનના સ્‍થળે કે પ્રવાસ પર્યટન પર જવાની તક મળશે. સ્‍વાદિષ્‍ટ ભોજન, નવા વસ્‍ત્રો, આભૂષણો વગેરેની ખરીદી થાય. વાહનસુખ પ્રાપ્‍ત થાય. જાહેર ક્ષેત્રમાં માન તેમજ વ્‍યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. વિજાતીય વ્‍યક્તિઓ પરત્‍વે આકર્ષણ થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્‍યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવાં છે. આજે આપ વધારે પડતા લાગણીશીલ બનશો તેના કારણે તમારું વલણ કોઈ બાબતે પક્ષપાતી ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. વ્યવહારુ અભિગમ તમારા માટે વધુ બહેતર રહેશે. માતા સાથેના સંબંધોમાં વિનમ્રતા રાખવી અને તેમના માટે વધુ સમય ફાળવવો. મુસાફરી કરવાની હોય તો શક્ય હોય ત્યાં સુધી જાતે વાહન ચલાવવાનું ટાળજો. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓ છંછેડવી નહીં. પાણીથી સંભાળવું પડશે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO:આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્‍ય જળવાઈ રહેશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. દ્વિધાયુક્ત મનોસ્થિતિ વચ્ચે આજે કૌટુંબિક માહોલમાં પણ તણાવનો અહેસાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે અને દરેક સ્થિતિમાંતમારું વર્તન નિષ્પક્ષ અને વ્યવહારું રાખવું પડશે. વધુ ધન ખર્ચની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખવી. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્‍યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો પડશે. દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. ઇશ્વરના નામસ્‍મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્‍યવસાયમાં પણ અનુકૂળ પરિસ્થિતિ રહેશે. દાંપત્‍યજીવનમાં પરમસુખનો અનુભવ કરશો. પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપે આજે કોઇના જામીન ન બનવાની તેમજ કોઇની સાથે પૈસાની લેવડ-દેવડમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી. ખર્ચ અંકુશમાં રાખવો અને નાણાંનું અગાઉથી આયોજન કરવું. તન મનમાં સ્વસ્થતા જાળવવા માટે કામ અને સંબંધો વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. સ્વજનો સાથે સહકાર અને આદરની ભાવના રાખવી. આપ કોઇનું ભલુ કરો ત્યારે તમે પોતે કોઈ પળોજણમાં ફસાઈ ના જાવ તેનું ધ્યાન રાખવાની સલાહ છે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :આજનું મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. સંતાનો અને પત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍મિક ધન લાભ થાય.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details