મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સુખમય દાંપત્યજીવનની સાથે સાથે બહાર હરવાફરવાનો અને ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. ધાર્યાકામ સફળતાથી પાર પડશે. અધુરા કાર્યો પુર્ણ થશે. તન મનથી સ્વસ્થતા જાળવશો. આર્થિક લાભ થાય. મોસાળપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. માંદગીમાં રાહત મળતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સહકાર્યકરોનો સહકાર મળશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે. લાગણીભર્યા સંબંધોની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભ મળશે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું વલણ દ્વિધાભર્યું રહે. નકારાત્મક વિચારો મનની અસ્વસ્થતા વધારવાનો પ્રયાસ કરી શકે છે માટે વિચારોમાં સકારાત્મકતા અને સ્વભાવમાં ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરવો. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. બિનજરુરી ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે વધુ મહેનત કરવી પડશે. બૌદ્ધિક ચર્ચા દરમ્યાન વિવાદ ટાળવાની આપને સલાહ છે. પ્રવાસની શક્યતા છે. આયાત-નિકાસના વ્યવસાયમાં સફળતા મળશે.