મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં આપ તનમનથી સ્ફૂર્તિનો અનુભવ કરશો. આપના કુટુંબનું વાતાવરણ આનંદમય રહે, આર્થિક લાભ સાથે નોકરીમાં સંતોષ અને રાહતની લાગણી અનુભવો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની પ્રતિષ્ઠામાં વધારો થાય. વિજાતીય આકર્ષણ અનુભવો. મિત્રો, સ્નેહીઓ સાથે બહાર ફરવા જવાનો સુંદર વસ્ત્રાભૂષણો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય. દાંપત્યજીવનની સુખદ ક્ષણો માણી શકશો.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને આકસ્મિક ખર્ચની શક્યતા જણાઈ રહી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત વધારવી પડશે તેમજ બીજાનું માર્ગદર્શન પણ લેવું પડે. પ્રિયપાત્ર સાથે મુલાકાતના યોગ છે. મધ્યાહન બાદ ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. આરોગ્યમાં સુધારો થતાં જણાય. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મળી રહેશે. હરીફો પર વિજય મેળવી શકશો.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપે જમીન મકાન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવચેતી રાખવી પડશે. કુટુંબના સભ્યો સાથે વાણી અને વર્તનમાં સંયમ તેમજ મીઠાશ રાખવાની સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને કદાચ તેમના માટે ખર્ચ પણ થઈ શકે છે. પ્રેમીજનો સાથે મિલાપ થાય. તેમના સમક્ષ તમારા દિલની વાત રજૂ કરી શકશો. મિત્રો સાથે મિલન- મુલાકાત થાય, શેરસટ્ટાથી સાવધાન રહેવું.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને કોઇપણ કામ અવિચારીપણે ન કરવા જણાવે છે. આપને મિત્રો સ્વજનો સાથેની મુલાકાતથી આનંદ મળે. પ્રેમાળ સંબંધો આપને દ્વિત કરશે. હરીફો સામે મક્કમ રીતે ટકી શકશો પરંતુ બપોર બાદ સમયમાં થોડી પ્રતિકૂળતા વતાર્શે. શરીર અને મનની સ્વસ્થતા નહીં જળવાય. સ્વજનો સાથે મનદુ:ખ ટાળવાનો પ્રયાસ કરવો. માતાની સ્વાસ્થ્ય સુખાકારી માટે તમારે કાળજી લેવી આવશ્યક છે. આર્થિક ખર્ચ થાય.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપની બૌદ્ધિક ક્ષમતાથી આપને ચર્ચામાં જોડાવાનું મન થાય. પરંતુ આપે વિવાદ ટાળવો. પરિવારના સભ્યો સાથે એખલાસભર્યા વાતાવરણમાં દિવસ પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરંતુ મધ્યાહન પછી આપને સાંભળીને પગલું ભરવાની સલાહ છે. ભાઇ- ભાંડુઓથી લાભ થાય. આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપની વાણીનો જાદુ આપવા માટે લાભદાયક પુરવાર થશે અને તેના કારણે આપ અન્ય લોકો સાથે સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આનંદદાયક પર્યટન થાય. વ્યવસાયમાં આપને ફાયદા થશે. પારિવારિક વાતાવરણ ખુશખુશાલ રહે. આર્થિક લાભ થશે. એક્સપોર્ટ- ઇમ્પોર્ટના વ્યવસાયમાં સફળતા મળે. મિષ્ટાન્ન ભોજન આરોગવા મળે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સ્વભાવમાં ગુસ્સો અને ઉશ્કેરાટને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બોલવા પર સંયમ રાખવાથી અણબનાવ અને ઝગડો ટાળી શકશો. કાનૂની બાબતો અંગેનો નિર્ણય વિચારીને લેવો. કમ્યુનિકેશનમાં ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ વધારે રહે. તન- મનની તંદુરસ્તી જોખમાય પરંતુ બપોર પછી આપનું મન પ્રસન્નતાનો અનુભવ કરશે. આપને આર્થિક લાભ થશે. પતિ- પત્ની વચ્ચેના સંબંધોમાં મધુરતા વધે.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થવાની આજે તક છે. આપની આવક અને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનમાં જવાની તક મળશે. પ્રિયતમ સાથે રોમાંચક મુલાકાત થાય પરંતુ મધ્યાહન બાદ આપના સ્વભાવમાં ગુસ્સો અને ઉશ્કેરાટ આવવાની શક્યતા હોવાથી સંયમ રાખવો. કોઇની સાથે ઝગડાની સ્થિતિ ના સર્જાય તે પણ જોવાનું રહેશે. કોઇક કારણસર દોસ્તો સાથે અણબનાવ થવાથી માનસિક અસ્વસ્થતા વધી શકે છે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપની નવી કાર્યયોજનાઓ સારી રીતે પસાર પડશે. વેપારીઓને વ્યવસાયમાં સારી સફળતા મળે. નોકરીયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહે. તેમની મહેનતની કદરરૂપે હોદ્દામાં બઢતી મળે. પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. મિત્રો અને પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક પુરવાર થશે. પ્રવાસ પર્યટનના યોગ છે. ધનલાભ માટે વર્તમાન સમય સારો છે. સંતાનોના શુભ સમાચાર મળે.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે શક્યતાઓ ઉભી થશે. ધાર્મિક પ્રવાસ યાત્રાથી આજે આપનું મન ધર્મમય બની જશે. ભાઇબહેનોથી લાભ થાય. પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતવારણ રહેશે. નોકરીના ક્ષેત્રે હોદ્દામાં બઢતી મળશે. ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહે. ધન- માન- સન્માનની પ્રાપ્તિ થાય. પિતા તરફથી લાભ થાય. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહે.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે નવા કામની શરૂઆત કરવામાં વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. તબિયતની પણ કાળજી લેવી પડશે અને ખાનપાનમાં ધ્યાન રાખવું. વાણીને સંભાળપૂર્વક ઉપયોગ કરવાથી આપ કોઇ સાથે ખટરાગ કે મનદુ:ખ ટાળી શકશો. મધ્યાહન બાદ આપનું મન પ્રફુલ્લિત અનુભવશો. આરોગ્ય સુધરતું જશે. સ્ત્રી મિત્રોથી લાભ થાય. ધાર્મિક કાર્ય કે ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. ભાઇબહેનથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભ મળે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે વેપાર-ધંધામાં ભાગીદારોથી આપને લાભ થશે. મનોરંજનના સ્થળ કે પાર્ટી પિકનિકમાં દોસ્તો- સગાંસ્નેહીઓના સંગે આનંદ અનુભવો. વિજાતીય આકર્ષણ થાય. પ્રિયપાત્રનું મિલન સંભવિત બને પરંતુ બપોર પછી આપ પરિસ્થિતિમાં થોડી પ્રતિકૂળતા અનુભવશો. બપોર પછી નવા કાર્યની શરૂઆત ન કરવી. મુસાફરી ટાળવી. ગુસ્સા પર કાબુ રાખવો. પરિવારજનો સાથે ખટરાગ ટાળવો.