ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 18 July : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN
CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN

By

Published : Jul 18, 2022, 2:04 AM IST

Updated : Jul 18, 2022, 7:40 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સવાર સમય અનુકળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. વેપારીઓને વ્‍યાવસાયિક લાભ થાય અને નોકરિયાતો પર ઉપરી અધિકારીઓ ખુશ રહે. આપના વિચારોમાં ઝડપથી ફેરફાર થાય. પરંતુ બપોર પછી મનમાં દૃઢતા અને વિચારોમાં મન અટવાયેલું રહે. માનસિક થાક વર્તાય. જળ અને અન્‍ય પ્રવાહીઓથી ચેતવું.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આપને આનંદ થાય. નાણાકીય આયોજનો પાર પાડવામાં થોડો વિલંબ થાય પરંતુ તમારા પ્રયાસો પછી સફળતાની શક્યતા ચોક્કસ છે. અત્યારે તમારે આત્મવિશ્વાસ અને દૃઢ નિર્ધાર સાથે આગળ વધવાનું છે. તમારી વાણીની મીઠાશથી બીજાનો સહકાર ઝડપથી મેળવી શકશો.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ જોતા લાભદાયક નીવડશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રો, મિત્રો અને કુટુંબીજનો સાથેના સંગાથ આપના દિવસને આનંદમય બનાવશે. આજે મનમાં નિષેધાત્‍મક વિચારો પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- ધંધામાં અનુકૂળ વાતાવરણ રહે. સામાન્‍ય રીતે આપ ઉત્‍સાહ અને તાજગીનો અનુભવ કરો.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપની નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે અથવા વૈચારિક ગડમથલ રહે તો કામમાંથી વિરામ લઈને મનને આનંદ થાય અથવા હળવાશ અનુભવાય તેવા કાર્યોમાં ધ્યાન પરોવજો. વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખવી. કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખવું. બપોર પછીથી આપની સમસ્‍યામાં બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાત્‍મક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપના મનમાં ક્રોધ અને આવેશની લાગણી રહેવાથી અન્‍ય સાથેના વ્‍યવહારમાં ખૂબ જ સંભાળપૂર્વક રહેવું પડે. આપને આરોગ્‍યની પણ થોડી સંભાળ લેવાની સલાહ છે. જો મનમાં બેચેની આવે તો નકારાત્મક વિચારોને દૂર રાખવા. કુટુંબીજનો સાથે ખટરાગ થાય પરંતુ બપોર પછી આપનું મન સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતું જણાશે. પરિવારજનો સાથે બહાર ભોજન લેવા જવાનો પ્રસંગ બને. આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું થતું જણાશે. ખર્ચ પર અંકુશ રાખવો પડશે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપની આજની સવાર ખુશખુશાલ અને લાભપ્રદ રહેશે. નોકરી- ધંધાના ક્ષેત્રે લાભ થાય. સામાજિક ક્ષેત્રે પણ આપની ખ્‍યાતિ વધે. ઉઘરાણીના નાણાં વસૂલી શકાય. સ્‍ત્રી- મિત્રોથી મુલાકાત થાય. પરિવારમાં પણ આનંદ રહે પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં આપને પ્રતિકૂળતા વર્તાશે. આપનું પ્રફુલ્લિત મન થોડી અસ્‍વસ્‍થતા અનુભવશે. તબિયત પણ થોડીક નરમગરમ રહેશે. બોલવામાં તકેદારી રાખવી. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો મનને શાંતિ આપશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપની શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપ ઉત્‍સાહથી કામ કરશો. પદોન્‍નતિ થાય. સરકારી કાર્યો સરળતાથી પાર પડશે અને સમાજમાં આપનો માન- મરતબો વધે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આપને આનંદ થશે. આવકમાં વધારા જણાય. દાંપત્‍યસુખ સારું રહેશે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે વિરોધીઓ તથા હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- વ્‍યવસાયમાં સાનુકૂળ પરિસ્થિતિ ન હોય. સંતાનો સાથે મતભેદ થાય. પરંતુ બપોર પછી ઘર, ઓફિસમાં આપના માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. ઉપરી અધિકારીઓ આપના કાર્યની પ્રશંસા કરશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે. સરકારી કામો પૂરા થશે. નોકરીમાં બઢતીથી તકો ઉભી થશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને સાવધા‍નીપૂર્વક વર્તવાની સલાહ છે. ગુસ્‍સો કરવાથી નુકસાન થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાથી પરેશાન થવાય. શરીરમાં થાક અને આળસ વર્તાય. ઓફિસમાં ઉપરી કર્મચારીઓ પાસેથી વધુ પડતી સહકારની આશા રાખવાના બદલે આત્મબળે આગળ વધવાનો આગ્રહ રાખવો. સંતાનનો પ્રશ્ન અંગે ‍તમારે વધુ વ્યસ્તતા રહે અને વધુ સમય આપવો પડે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું. આજે મહત્‍વના કામ કે નિર્ણય ન લેવા. નવા કાર્યનો આરંભ આજે ન કરવા સલાહ આપવામાં આવે છે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને વિજાતીય વ્‍યક્તિઓ સાથે વધારે રહેવાનું બને અથવા મુલાકાત થાય. મનગમતા પાત્રો સાથે હોટલમાં જમવાનું સારા વસ્‍ત્રો આભૂષણો પહેરવાના પ્રસંગો બને. વાહનસુખ મળે માન સન્‍માન અને ખ્‍યાતિ મળે. પરંતુ બપોર પછી આપની શારીરિક અને માનસિક સ્થિરતા ઘટી શકે છે માટે મેડિટેશન કરવું. વધુ પડતો ખર્ચ આવી પડે. સ્‍વભાવમાં ગુસ્સો રહેતો હોય તો અત્યારે શાંતિ જાળવવાનો મહત્તમ પ્રયાસ કરવો. પરિવારજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખના પ્રસંગો બને તેવું કોઈપણ કાર્ય કરવાથી દૂર જ રહેવું.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપને કાર્યસફળતા અને યશકીર્તિ મળશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. સામાજિક માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. બપોર પછી આપ ક્યાંક મનોરંજનનો કાર્યક્રમ ગોઠવશો. મિત્રો- સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો અથવા તો પાર્ટી- પિકનિકમાં જવાની યોજના ઘડાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થશે. સારું લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કલાક્ષેત્રે આપની અભિરૂચિ વધશે. મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદદાયી નીવડે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. બપોર પછી આર્થિક લાભની શક્યતા છે. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી દિમાગ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વિરોધીઓ સામે આપને સફળતા મળે. અધુરાં કાર્યો પૂરા થશે.

Last Updated : Jul 18, 2022, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details