મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. વર્તમાન દિવસે આપને વિશેષ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધ કાર્યો કે અનૈતિક કામથી આપ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાપીવાનું ટાળજો. આપના કાર્યો સમયસર પૂરાં કરવા માટે મહેનત વધારવી પડશે. નોકરીના સ્થળે પણ સૌની સાથે સારું વર્તન કરવું અને બીજાને સહકાર આપવો. ઉપરી અધિકારીઓ તરફથી વધુ પડતા સહકારની આશા રાખવી નહીં. સંતાનોને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવવી. આજે મહત્ત્વના નિર્ણયો લેવામાં બીજાની મદદની જરૂર પડી શકે છે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આપના મનગમતાં મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખુબ જ આનંદમાં હશો. દાંપત્ય જીવનમાં વધુ સામીષ્ય અનુભવશો. સુંદર ભોજન અને વસ્ત્રો માટેનો અવસર મળશે. પરંતુ મધ્યાહન બાદ સ્વસ્થ અને સાવધ રહેવા માટે આપને સલાહ છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું નહીં તો તબિયત બગડવાની સંભાવના નકારી શકાય નહીં. વધારે પડતો નાણાંખર્ચ થાય.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મોજમજા અને મનોરંજનભર્યો હોવાનું જણાઈ રહ્યું છે. તન- મનની તંદુરસ્તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધુરાં કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આપ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. દોસ્તો સાથે પ્રવાસ પર્યટન યોજાય. સુરૂતિપૂર્ણ ભોજન માણવા મળે. પ્રેમીઓના મિલન મુલાકાત માટે અનુકૂળ દિવસ છે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આપ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્યમાં વિશેષ કરીને પેટના દર્દોથી પીડાતા જાતકોએ ખાસ કરીને અતિશય ભોજન લેવાનું ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળશે પરંતુ મધ્યાહન બાદ પરિસ્થિતિ વધારે અનુકૂળ બનશે. તંદુરસ્તી સુધરે અને માનસિક રીતે પણ આપ સ્વસ્થ બનશો. ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. અધુરાં કાર્યો પૂરા થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક ગડમથલનું પ્રમાણ વધુ રહેશે. સાથે સાથે શરીર પણ થોડું અસ્વસ્થ રહે. કુટુંબના સભ્યો સાથે પણ કોઇક બાબતે ખટરાગ ટાળવા માટે વધુ પડતો હઠાગ્રહ છોડવાની સલાહ છે. આવા સમયે સંયમથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. ધનકિર્તીની હાનિ થાય. સંતાન અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાંનું આયોજન કરવા માટે અનુકૂળ સમય છે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપને નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ જણાઈ રહ્યા છે. ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્ય મળે પરંતુ મધ્યાહન બાદ આપનું મન ચિંતાતુર બનશે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વસ્થતા જોખમાશે. આપ્તજનો સાથે મનદુઃખ થાય તેવા કોઈપણ સંજોગો ટાળવા. માતાના સ્વાસ્થ્યની તમારે વધુ સંભાળ લેવી પડશે. જળાશયથી સંભાળવું.