મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ નવું કામ શરૂ કરવાની પ્રેરણા જાગશે, પણ આપના વિચારો સ્પષ્ટ ન હોવાથી મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો અનુભવ થશે, ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે સંબંધ સારા રહેશે, તેમનાથી લાભ થશે. સ્ત્રીઓએ બોલવા પર સંયમ રાખવો પડશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની પદોન્નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉપરી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. તંદુરસ્તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે.